________________
અરિહંત સંકેચ કરી, અરિહંત પદ પ્રત્યેના અત્યંત રાગ–બહુમાન વગેરે શુભ અધ્યવસાયમાં મનને, હૃદયને વ્યવસ્થિત કરવું તે.
આ રીતે વંદનમાં દ્રવ્યસંકેચ કરી, નમનની મુદ્રા લાવીને હૃદયમાં અરિહંત પદ પ્રત્યે ખૂબ જ ભાવોલ્લાસ સાથે ઉછળતું રાગ-ભક્તિ-બહુમાન ઊભું કરવાથી એ અને આત્મિક આનંદ અનુભવાય છે કે એ દુન્યવી ગમે તેટલા ઊંચા વિષય સુખના ઉત્પાદભર્યા આનંદ કરતાં કેઈ ગુણો ચઢિયાતો લાગે છે, અને એના તીવ્ર શુભ સંસ્કાર વારેવારે અરિહંત પદનું અને અનુભવેલા એ આનંદનું
સ્મરણ કરાવી કરાવી દુનિયાનું બધું લૂખું દેખાડે છે. તેમજ વારંવારના આ નમન અને સંસ્મરણ આત્મિક આનંદની એવી પરંપરા સજે છે કે ચિરકાળ સુધી આત્માને એ આનંદને અનુભવ થાય છે.
એ અરિહંત પદ કેવું છે ? જેહના હેર કલ્યાણક દિવસે નરકે પણ અજવાળું કયાણકનો પ્રભાવ :
અરિહંતના કલ્યાણક પ્રસંગે નરકમાં જ્યાં ઘોર અંધકાર હોય છે, ત્યાં અજવાળું--ત્યાં પ્રકાશ થાય છે. એટલો બધો પ્રભાવ અરિહંત પદને છે. આત્માની આવી ઉન્નત સ્થિતિ છે કે તેને આ પ્રભાવ પડે છે, હજુ તીર્થકર થયા નથી, છતાંય તીર્થંકર નામકર્મ નિકાચિત કરી લીધું છે. તેને પ્રભાવ પડે છે.
સકળ અધિક ગુણ અતિશયધારી તે જિન-નમી અઘ ટાળું રે !
તે અરિહંત કેવા છે? સકળ અધિક ગુણ અતિશયધારી સૌના કરતાં અધિક ગુણવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org