________________
૧૫૦
નવપદ પ્રકાશ ઉ–ઓળખ એનું નામ કે વસ્તુ જેવા સ્વરૂપે હોય, તેવા
સ્વરૂપે સમજી એને તેવા તરીકે સ્વીકારી લેવાય. આ હિસાબે અરિહંત સ્વયં રાગાદિ શત્રુને હણનારા છે, તથા વિષય-રાગાદિ ત્યાજ્ય જ કહે છે, વિષયને પણ વિષ જેવા કહી ત્યાજ્ય કહે છે, અને માટે જ આ મહાન છે, ભક્તોને માટે સર્વસ્વ છે, એવા એમના સ્વરૂપની ઓળખ થઈ તો જ ગણાય કે જે એમને એવા તરીકે સ્વીકારી લેવાય, પરંતુ જેને સમ્યકત્વ નથી, જેણે અનંતાનુબંધી રાગાદિને નાશ નથી કર્યો, માટે જ જે જડ વિષયોને જ સર્વસ્વ માને છે, એણે
અરિહંતને ઓળખ્યા શી રીતે કહેવાય? જડ વિષયના રાગને કારણે આત્માની હીનતા : પ્ર-અનંતાનુબંધીના કોધાદિ એટલે રાગદ્વેષને નાશ નથી
કર્યો ને તે ઊભા છે, તો એવા આત્માની કયી દશા છે? ઉ–એવા આત્માની એ દશા છે કે જડ વિષયેના જે રાગ
છે, એ રાગ નિભીક રાગ છે, અર્થાત આ રાગથી મારે હજી કેટલા ભવભ્રમણ થશે? એવા ભય વિનાને રાગ છે, અફસી વિનાનો રાગ છે. પ્ર–જડને રાગ થાય તેમાં ખોટું શું છે? વસ્તુ-એનું
ચાંદીહીરા માણેક વિષયે મજાના મળ્યા હોય ને તેમાં રાગ થાય તે તેમાં શું વાંધો ? ઉ –એમાં મતભ્રમ છે. એ વિષય સદ્દબુદ્ધિને નાશ
કરનાર અને નરકાદિ દુ:ખ દેનારા હોવાથી મજાના છે જ નહિ, ઝેરના લાડને મજાને કાણુ માને ? છતાં વિષયે મજાના છે એમ કહેવું છે તો એમ કહેવાને અર્થ એ છે કે તે જડ વિષયોને સર્વસ્વ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org