________________
અરિહંત
૧૪૧ મળ્યાં નથી. વૈશાખ સુદ ૩ પઢિયે પ્રપૌત્ર શ્રેયાંસકુમારને જાતિસ્મરણ થયું.
એમાં મુનિભવ યાદ આવ્યો; એટલે જોયું કે આમને તો શુદ્ધ ગોચરી ખપે. શેરડીના રસના ઘડા તૈયાર હતા. “પધારે, પધારો, બાપુ!” કહીને પ્રભુને બોલાવ્યા ને ૧૦૮ ઘડા પ્રભુની અંજલિમાં ઠાલવી દીધા, એટલી ઉપર ઉપર શિખા વધી; છતાં એક ટીપું ઢઢ્યું નહીં. ભેજન વખતે આમ અરિહંત યાદ કરાય તે અરિહંતની આરાધના, પ્ર-વર્ષીતપના પારણુ વખતે પ્રક્ષાલમાં શેરડીનો રસ કેમ
વપરાય છે? ઉ–તે પ્રભુજીનું સ્મરણ કરવા માટે. અહેહે ! આ ઈશ્નરસ : આ રસથી ભગવાને પારણું કર્યું ! ઉછરંગ છે ભગવાનની સ્મૃતિમાં, અથવા પ્રભુને ઈક્ષરસ વહેરાવવાની કલ્પના હોય; પરંતુ એમાં ઈલ્ફરસ પ્રભુની અંજલિમાં રેડ જોઈએ.
તપ એટલે આરાધના. બાર પ્રકારને તપ છે : છબાહ્ય, છ આત્યંતર, શ્રી સિદ્ધચક સ્તવનમાં કહે છે :
બાહ્ય-આત્યંતર તપ તે સંવર, સમતા, નિર્જરહેતુજી!
બાર પ્રકારને તપ તે સંવર છે, સમતા છે, નિર્જરનું કારણ છે.
સંવર સ્વરૂપ દશ પ્રકારના યતિ ધર્મમાં એક પ્રકાર તપ આવે છે, માટે તપ તે સંવર પણ છે, સંવરનું કારણ છે. એમ સમતા ને નિર્જરામાં કારણ છે. મતલબ, દરેક પદની સર્વ પ્રકારની આરાધના તે વાસ સ્થાનક તપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org