________________
૧૨૩
અરિહંત ભવ્ય જીવો એકેન્દ્રિય જીવની રક્ષા કરે છે; માટે ભગવાને
એકેન્દ્રિય જીવો પર કરુણા કરી ગણાય, પ્ર–પણ એકેન્દ્રિયનું પોતાનું શું કલ્યાણ કરે? ઉo–એકેન્દ્રિયનું હિતરૂપ એટલા માટે કે ભગવાન એકેન્દ્રિય
આદિ લોકનું યથાર્થ પ્રતિપાદન કરનાર છે. જેમકે તમે ફૂંક મારે તે તે એકેન્દ્રિયને શસ્ત્ર સમાન બને છે. પાણીને અડવાથી તેને કંપ થાય તેથી કેટલાય અપકાય જીવ ખલાસ થાય છે, આવું વસ્તુનું યથાર્થ નિરુપણુ ભગવાન કરે છે અને ત્યાં વસ્તુનું યથાર્થ નિરુપણ એ પારમાર્થિક દૃષ્ટિએ વસ્તુનું હિત છે
એમ “નમુત્થણું ના “લેગહિઆણં' પદની લલિતવિસ્તરા ટીકામાં લખ્યું છે. તેથી વળી બીજા છો તેને અભયદાન આપે છે: એ બીજું હિત થયું. બીજા કેઈ આ જોઈ શકતા નથી, તે તેમનું અજ્ઞાન જીવઘાતમાં પરિણમે છે, માટે તે પ્રવર્તક સકલ જીવ કરુણાવંત નહિ. દા. ત. એમને ત્યાં ધર્મવાળા-ધર્મ પ્રવર્તક “આવી એકાદશી કરે” ઉપવાસમાં ફળાહાર, બટાટાની કાતરી પણ ચાલે. આવું બીજા ધર્મમાં છે. તેમાં તે અનંતા અનંત કાય જીવોનો ખોડો નીકળી જાય છે.
ત્યારે આપણને થાય કે અહેહે ! અનંતકાય જેની ઓળખ કરાવનાર કેવા ભગવાન આપણને મળ્યા ! હે ? આવા કરુણાવંત ભગવાન માન્યા ! અહેહે !” આવો અહેભાવ થાય, એટલે અરિહંત પ્રભુ પર અથાગ રાગબહુમાન વધી જાય અને તેથી એમની તત્વવાણી પર જવલંત શ્રદ્ધા થવાથી ઘણી પૌગલિક પરિણુતિ ઓછી થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org