________________
વાયના
મહા વદ ૧૦, ૨૦૩૬
(બપોર) ૨૬-૧-૮૦
અરિહંત
(દેવકૃત ત્રોટક).
વર અક્ષય નિર્મળ જ્ઞાન ભાસન, સવભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે ચરણથિરતા વાસતા. ૧ જિનનામક પ્રભાવ અતિશય પ્રતિહાર જ શોભતા, જગજંતુ કરુણાવંત ભગવંત, ભવિક જનને થોભતા. ૨
અર્થ : શ્રેષ્ઠ, અવિનાશી, નિર્મળ એવા કેવળ-જ્ઞાનના પ્રકાશથી જે પ્રભુ જગતના સર્વ ભાવોને પ્રકાશ કરનાર છે, (અને એ પ્રકાશ આપવા વડે જગતના જીવોને) નિજ આત્મભાવે ' અર્થાત્ પિતાની આત્મપરિણિતિમાં શુદ્ધ શ્રદ્ધાને તથા ચારિત્ર સ્થિરતાને વાસિત–ભાવિત કરનારા છે. વળી જેમને તીર્થકર નામકર્મના પ્રભાવથી ૩૪ અતિશય અને અષ્ટ પ્રાતિહાય શોભી રહ્યા છે તેમજ જગતના જીવમાત્ર ઉપર કરૂણાવાળા તે ભગવાન (મિથ્યાદાષ્ટ પણ) ભવ્ય જીવોને (આ ૩૪ અતિશય, ૮ પ્રાતિહાર્યના દશનથી) સ્તબ્ધ કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org