________________
અરિહંત
૧૦૭ ભારામાંથી એક લાકડું નીચે પડી ગયું, તે લેવા એક હાથે માથે ભારે પકડી રાખીને નીચી વળી, બીજા હાથે નીચેનું લાકડું લેવા જાય છે, એટલામાં પ્રભુની અતિ મધુર સંગીતમય વાણીના અક્ષર તેના કાન પર પડયા. એ એને એટલા બધા મધુર ને પ્રિય લાગ્યા કે પોતાના શરીરની અડધી વળેલી સ્થિતિનું ભાન ભૂલી જઈ એમ જ વાંકી ને વાંકી રહીને દેશના પાનના ઘુટ ઘુંટ કાનથી પીવા લાગી, કદાચ આમ છ માસ ચાલેને, તોય શરીર વન્યાને એને થાક ન લાગે, ઊભી ને ઊભી રહ્યાને શ્રમ ન લાગે, ઊંઘનું એક ઝોય ન આવે,
ત્યારે વિચાર થાય કે ક્યાં દિવ્ય આ દેશના? અને કયાં તુચ્છ સ્વર્ગનું પણ અમૃત ? પ્રોતો પછી કવિએ દેશનાને અમૃતની ઉપમા કેમ આપી? ઉ–ભાઈ! શું કરે? જગતમાં શ્રેષ્ઠ પાન તરીકે અમૃતથી વધીને કેઈ બીજી વસ્તુ મળતી નથી. એટલે પછી છેવટે અમૃતની ઉપમા બાળ જીવોને સમજાવવા માટે આપવી પડે છે. બાકી તો જિનની દેશના એ દેશના જ છે. એની આગળ અમૃત કાંઈ વિસાતમાં નથી.
અલબત જેમ અમૃત એ સંજીવની છે, મરેલા જેવાને જીવતાં કરે છે, એમ પ્રભુની દેશના એ મહા સંજીવની છે, એ મિથ્યાત્વ આદિથી મૃત:પ્રાય ભવ્યાત્માઓને એવા જીવંત કરે છે કે જેથી એ જી જાગ્રત રહીને સમ્યક પ્રવૃત્તિ કરી શકે. કેવળજ્ઞાની અને દેશનામૃત: - પ્રભુની આ અમૃતદેશનાને આપણા પર અજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org