________________
અરિહંત ઉ–ખેદ અને અસમાધિ થાય છે, તે કૂબડરૂપ અને શૂળ
વેદનાને લીધે નહિ, પણ મેહનીય કર્મના લીધે થાય છે. ખેદ-અસમાધિ એ મેહનીય કર્મને ઉદય છે, જે મેહનીય કર્મ ઉદયમાં ન આવવા દે, તે કશે ખેદઅસમાધિ થાય નહીં, પછી ભલે શરીર કુબડું હોય કે માથામાં શૂળ હાય, મહાત્માઓ પણ એવી અવસ્થામાં જરાયે ખેદ કે અસમાધિ કરતા નથી તો કઈ તેવા
બડા શરીરવાળા યા શરીર પીડાવાળા પણ પરમાત્માવીતરાગ-સર્વરા બનેલાને ખેદ-અસમાધિ શાની હોય?
સારાંશ : ખેદઅસમાધિ મેહનીય કર્મના ઘરના છે, પરંતુ નામ કર્મ કે વેદનીય કર્મના ઘરના નહીં. પછી અજ્ઞાન મૂઢ જીવ ખેદ કે અસમાધિમાં અજ્ઞાનતા-મૂઢતાને કારણે કૂબડા શરીર કે શરીર પીડાને નિમિત્ત બનાવે એ જુદી વાત. ખરેખર તો એમાં મોહનીય કર્મ જ કારણ છે.
પરમાત્માને અઘાતી કર્મને નાશ, ભગવાઈને જ થાય છે, કિંતુ કોઈ તપ, ધ્યાન વગેરે સાધનાથી નહિ, સાધનાથી ઘાતી કર્મોના નાશ થાય છે, એટલે સમસ્ત ઘાતી કમેને નાશ થતાં સાધના અને સાધક અવસ્થા પૂરી થાય છે. હવે સદેહ સિદ્ધ અવસ્થા ઊભી થાય છે. એમાં અઘાતી ભોગવીને જ પૂરાં કરવાં પડે છે; તો ઘાતી કર્મ અળગાં કર્યા તે સાધનાના પુરુષાર્થથી કર્યા,
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org