SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ નવપદ પ્રકાશ ઉ-આત્માના પરમાત્મ-સ્વરૂપને ઘાત કરે તે ઘાતકર્મ આત્માના ગુણને ઘાત કરે તે ઘાતી” એ-વ્યાખ્યા બરાબર નથી, કારણ કે અનંત સુખ પણ આત્માને ગુણ છે, છતાં એને ઘાતક એટલે એને અટકાવનાર શાતા-અશાતા વેદનીય કર્મ એ કાંઈ ઘાતી કર્મ તરીકે ગણાતું નથી. એ તે અઘાતી કર્મ છે. પ્ર–પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટયું છે, એનાથી પોતાનું અનંત સુખ પ્રત્યક્ષ જુએ છે તો તેને સંવેદે કેમ નહિ? ઉ–તાવવાળે ધન્વતરી વૈદ્ય હેય, “આરોગ્ય શું છે ? તેને જાણે, પણ તેને તે વેદી ન શકે; તેવી રીતે કેવળજ્ઞાની અનંત સુખ શું છે તે જુએ, પણ વેદો ન શકે, જ્યાં સુધી શાતા અશાતાના અનુભવરૂપ તાવ છે ત્યાં સુધી. ઘાતી તો આમાના પરમાત્મ-સ્વરૂપને ઘાત કરે છે. શુદ્ધ પરમાત્મ સ્વરૂપ વીતરાગ, સર્વજ્ઞતા અને અનંતવીર્ય છે, તે પરમાત્મ-સ્વરૂપને ઘાત કરે તે ઘાતીકમ, બાકીના ચારકર્મ પરમાત્મ સ્વરૂપને ઘાત ન કરે. તેથી તે અઘાતી કર્મ છે, પાલક પાપીની ઘાણીમાં પીલાતા મુનિ જીવંત અવસ્થામાં જ કેવળજ્ઞાન પામ્યા. એટલે કે વીતરાગ, સર્વસ, પરમાત્મા બન્યા, જે કે એ વખતે અશાતા વેદનીય ભોગવી રહ્યા હતા, છતાં એ કર્મથી પરમાત્મા સ્વરૂપને ઘાત થયો નહીં. એ સૂચવે છે કે વેદનીય એ અઘાતી કર્મ છે, એમ ખુદ તીર્થકર ભગવાન વીતરાગ, સર્વજ્ઞ, પરમાત્મા, બન્યા પછી, પણ ઠેઠ જીવનના અંત સુધી શાતા વેદનીયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy