SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ DI: અરિહંત સ્તુતિઓને વારંવાર અભ્યાસ કરે જોઈએ એ છે. એ માટે વિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં કેવી કેવી ને કેટકેટલીય સ્તુતિઓ કરવામાં આવી છે, તે જોવા જેવી છે, એમાં ઈન્દોએ કરેલ સ્તુતિઓ છે, ગણુએ કરેલ સ્તુતિઓ છે, રાજાઓ વગેરેએ કરેલ સ્તુતિઓ છે. એના સારા અભ્યાસથી પ્રભુ પ્રત્યે ભારે ભક્તિભાવ વધે છે, અને પ્રભુની સહજભાવે આપણી ભાષામાં સ્તુતિ કરવાની શક્તિ આવે છે. તેમજ જીવોની કરુણા અને જિનાજ્ઞાપ્રતિબદ્ધતા- આ બે મહાન ગુણ કેળવવાની ઊર્મિ જાગે છે. પ્ર–ભગવાન તે આપણા દિલના ભાવ જાણે છે, તો સ્તુતિ કરવાની શી જરૂર ? ભગવાન, તમે મહા ઉપકારી છે ” આ કહી બતાવવાનું શું કામ ? શું ગુરુને કહેવાનું હોય કે “તમે મારા ઉપકારી છે, આવા આવા ગુણવાળા છો ? ઉ૦-હા. ઈતિમાં કહ્યું છે કે પ્રત્યક્ષે ગુરવ: સ્તુત્યા. પક્ષે મિત્ર બાન્ધવા: અર્થાત ગુરુની સમક્ષમાં એમની સ્તુતિ કરવી જ જોઈએ. ન કરીએ તો ગુનેગાર ઠરીએ. સ્તુતિ કરવાથી આપણું દિલના ભાવ વધે છે. તેમજ આપણું દિલમાં સારા સારા ગુણોની આશંસા દૃઢ થાય છે એમ જ સાહેબ! તમારે બહુ ઉપકાર !” “પ્રભુ! તું ત્રિભુવનનો ગુરુ ! એટલે મારે પણ ગુરુ છે ? આ બોલતાં કૃતજ્ઞભાવ વધે છે, આમ બોલતાં આપણું હૈયામાં શુભભાવ વધે છે, “હે જગતદયાળુ ! આટલું બોલતાં પણ પ્રભુ પર બહુમાન વધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy