________________
ત્યાં પણ જ્યાં સુધી તે હતસત્કર્મના અનુભાગ કરતાં અધિક રસ ન બાંધે ત્યાં સુધી જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી તરીકે કહ્યા છે. તો આ કેવી રીતે સંભવે? કેમકે બેઇન્દ્રિય વગેરે જીવો જઘન્યપણે પણ પ્રથમસમયથી જ એકેન્દ્રિય કરતાં અનંતગુણ રસ ન બાંધે ?
ઉત્તર-૨૩૨સને હણી હણીને હતસત્કર્મા બનેલા એકેન્દ્રિયને પણ સત્તામાં જે રસ અવશિષ્ટ હોય છે તે, જ્યારે એકેન્દ્રિયજીવ સ્વપ્રાયોગ્ય વિશુદ્ધિમાં હોય ત્યારે બંધાતા જઘન્ય રસ કરતાં અનંતગુણ જ હોય છે. વળી બેઇન્દ્રિય વગેરે જીવો, ઘાતીકમો ની તેમજ અપરાવર્તમાન અઘાતી કર્મની એકેન્દ્રિયને થતી જઘન્ય રસ સત્તા કરતાં પણ અલ્પરસ જઘન્યપણે બાંધે છે અને પરાવર્તમાન અઘાતીનો તુલ્યરસ જઘન્યપણે બાંધે છે. એટલે તો ૮૫ પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધના સ્વામી તરીકે એકેન્દ્રિયને જ જેમ કહેલ છે તેમ જઘન્ય રસબંધ માટે વ્હેલ નથી. એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયપણામાં રસને હણી હણીને જે જઘન્ય રસ સત્તામાં શેષ રાખવાથી જીવ હતસત્કર્મા બને તે સત્તાગત જઘન્ય રસ પણ, મિથ્યાત્વી જીવને સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં જઘન્યથી જે રસ બંધાય તેના કરતાં અનંતગુણ હોય છે. જો આવું ન હોત તો, અનંતાનુ૦ ૪ ની જઘન્ય રસસત્તા હતસત્કર્મા જીવને કહી હોત, પણ વિસંયોજકને મિથ્યાત્વના પ્રથમસમયે ન હી હોત. પણ એ કહી છે, તેનાથી જણાય છે કે વિસંયોજક જીવ મિથ્યાત્વે જઇ પ્રથમ સમયે હતસત્કર્મા જીવની અનુભાગસત્તા કરતાં હીનરસ બાંધી શકે છે. એટલે પ્રસ્તુત ૯૭પ્રકૃતિઓ માટે પણ, જ્યાં સુધી હતસત્કર્મા જીવની અનુભાગસત્તા કરતાં અધિક રસ બાંધી બંધાવલિકા બાદ ન સંક્રમાવે ત્યાં સુધી સંજ્ઞીપંચેન્દ્રિયપણા વગેરેમાં પણ જઘન્ય રસસંક્રમ મળવામાં કોઇ વાંધો નથી.(આ સંજ્ઞીપંચેન્દ્રિય તરીકેદેવ, નરક કે યુગલિક જીવ ન લેવા, કેમકે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ મરીને ત્યાં જતો નથી.)
પ્રશ્ન- ૨૪ જીવ સૂક્ષ્મ એકેન્દ્રિયપણામાં જ હતસત્કર્મા બને છે એવું કેમ ? ઉત્તર-૨૪ સૂક્ષ્મ એકેન્દ્રિયને જે ઉત્કૃષ્ટ સંક્લેશ હોય છે તે અન્ય જીવોના ઉત્કૃષ્ટ સંક્લેશ કરતાં ઓછો હોય છે. એટલે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રસને ઘટાડતાં ઘટાડતાં ત્યાં સુધી ઘટાડી શકાય છે તેમજ પુન: બંધ દ્વારા રસ એનાથી આગળ વધવાની શક્યતા હોતી નથી. માટે તેમાં જ જીવ હતસત્કર્મો બને છે.
પ્રશ્ન- ૨૫ ક્ષેપકશ્રેણિમાં અંતરકરણ પૂર્વેક્ષપકને ઘાતીકોનો જે રસ સત્તામાં
સંક્રમકરણ
૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org