________________
હોય તેના કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને અનંતમો ભાગ જ સત્તામાં હોય છે. તેથી જ મિથ્યાત્વના જઘન્ય રસ સંક્રમ અને જઘન્ય રસસત્તા હતસત્કર્મા જીવને કહ્યા છે પણ દર્શનમોહક્ષપકને નથી કહ્યા. તો પછી, મિશ્રમોહ અને સમ્યક્ત્વમોહ અંગે આ બેના સ્વામી તરીકે હતસત્કર્મા જીવને કેમ નથી કહ્યો ?
ઉત્તર- ૨૫ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો રસ એના ક્ષપણાકાળ સિવાય સમ્યક્ત્વી કે મિથ્યાત્વી કોઇ જીવ હણતા નથી. ક્ષપણાકાળે જ એ રસ હણાય છે, અને તેથી ક્ષપણા દરમ્યાન જ એના જે ચરમ સંક્રમ અને સત્તા હોય છે તે જઘન્ય તરીકે મળે છે. મિથ્યાત્વીને આ બેની જો સત્તા હોય તો ઉત્કૃષ્ટ રસની જ હોય છે.
પ્રશ્ન- ૨૬ હતસત્કર્મા જીવને જે રસ સત્તામાં હોય છે એના કરતાં સંજ્ઞીજીવને બંધાતો જઘન્ય ૨સ ઓછા હોય છે. અને તેથી અનંતાનુ૦ ૪ ની જઘન્ય રસસત્તા અને જઘન્ય રસસંક્રમ વિસંયોજને પુન: બંધે કહ્યા. તેમ છતાં આમાં એક પ્રશ્ન છે કે બંધાતો રસ ભલે હતસત્કર્મા જીવ કરતાં ઓછા હોય, પણ અન્યકષાયોનો સંજ્ઞી જીવને રહેલો ૨સ તો અનંતગુણ હોવાથી એ પણ આ પણ આ બધ્યમાન અનંતાનુબંધીમાં સંક્રમવાથી એને જઘન્ય રસસત્તા કે સંક્રમ કઇ રીતે મળે ? ઉત્તર-૨૬ અન્યપ્રકૃતિનયન દ્વારા સંક્રમતી પ્રકૃત્તિ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જેમકે શાતાનો બંધ ૧૫ કોડા કોડી સુધી હોવા છતાં એની ઉપરની પણ અશાતાની જે સ્થિતિ હોય તે અકબંધ રહીનેશાતામાં સંક્રમે છે અને તેથી શાતાની સ્થિતિ . પણ વધી જાય છે. કિન્તુ અનુભાગ માટે આવું નથી.અનુભાગ તો બધ્યમાન પ્રકૃતિનો જેટલો બંધાતો હોય ત્યાં સુધી જ અન્યપ્રકૃતિનો એમાં સંક્રમે છે. એનાથી અધિક નહી. (એટલે જ, પ્રકૃતિઓના બંધોત્કૃષ્ટા ને સંક્રમોત્કૃષ્ટા એવા ભેદ સ્થિતિની અપેક્ષાએ છે, પણ અનુભાગની અપેક્ષાએ નથી.) એટલે બંધપ્રાપ્ત અનુભાગ કરતાં સંક્રમÇારા અનુભાગ વધી શકતો નથી. તેથી વિસંયેાજક્ને પુન: બંધે અનુભાગના સત્તા અને સંક્રમ જઘન્ય હોવામાં કોઇ વાંધો નથી. પ્રશ્ન-૨૭ સ્ત્રીવેદની જઘન્ય અનુભાગ સત્તા જો ૧ઠા. દેશઘાતી રસ છે તો જઘન્ય અનુભાગસંક્રમ તરીકે ૧ ઠા. રસનો સંક્રમ કેમ મળતો નથી ?
ઉત્તર-૨૭ અંતરકરણક્રિયા થયા પછી મોહનીયના એકઠા૦ રસ નો બંધ અને ઉદય હોય છે. એટલે સ્ત્રીવેદોદયારૂઢ જીવને સ્ત્રીવેદોદયના ચરનિષેકમાં જે સર્વઘાતી કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org