________________
જ હોય છે, તેમ છતાં એ રસવાળા અનેક દલિકો સત્તામાં પણ રહે છે તેથી રસઘાત થતો નથી.
પ્રશ્ન -૨૧:- સૂક્ષ્મ સં૫રાયના ચરમસમયે સ્થિતિબંધ ૮ મુહૂર્ત્ત અને ૧૨ મુહૂર્ત હોય છે. તેથી ઉત્કૃષ્ટ રસબંધવાળું તે કર્મ દેશોન પૂર્વક્રોડ સુધી ટકવાનું જ ન હોવાથી ઉત્કૃષ્ટ રસસંક્રમ દેશોનપૂર્વક્રોડ સુધી શી રીતે મળે ?
ઉત્તર- ૨૧:- એ વખતે સત્તાગત દેવğિક વગેરે પોતાની P/a પ્રમાણ સ્થિતિને કાયમ રાખીને યશ નામકર્મ વગેરેમાં સંક્રમે છે. તેથી યશનો સ્થિતિબંધ ૮ મુહૂર્ત હોવા છતાં સંક્રમથી એP/a પ્રમાણ થાય છે. વળી એ વખતે દેવદુિકાદિના દલિકો પોતાનો પૂર્વબદ્ધ જે રસ લઈને આવ્યા હોય છે તેની યશના બધ્યમાન ઉત્કૃષ્ટરસ સુધી ઉદ્દવર્તના થવાથી ત્યાં સુધીના બધા નિષેકોમાં ઉત્કૃષ્ટરસસત્તા પ્રાપ્ત થાય છે. વળી યશના પણ સત્તાગત ઉપરના નિષેકોમાં રહેલાં દલિકોમાં બધ્યમાન ઉત્કૃષ્ટ રસ સુધી રસોદ્દવર્તના થાય છે. એટલે તેરમા ગુણઠાણાના ચરમસમય સુધી ઉત્કૃષ્ટ રસસંક્રમ મળી શકે છે. આવશ્યક ચૂર્ણિમાં એમ જણાવ્યું છે કે કેવળીભગવાન કેવલિસમુદ્દઘાતમાં શુભપ્રકૃતિના રસને અશુભમાં નાંખીને હણે છે. તેથી એ મતે ત્યારબાદ ઉત્કૃષ્ટ રસસંક્રમ મળે નહી તે જાણવું, એમ આ મતે દેવદ્ઘિક વગેરેનો પણ ત્યારબાદ ઉત્કૃષ્ટ રસસંક્રમ મળતો નથી.
પ્રશ્ન-૨ર :- ૭ મી નરકમાં સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વી ઉદ્યોતનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે અને બંધાવલિકા બાદ ૧૩૨ સાગરોપમ સુધી સંક્રમાવે છે એવું જે કહ્યું છે તે કઇ રીતે ઘટે ? કેમકે એ જીવ ૭ મી નરના ચરમ અંતર્મુહૂર્ણ માં અવશ્ય મિથ્યાત્વે જઇ તિર્યંચમાં પણ મિથ્યાત્વ સાથે ઉત્પન્ન થાય છે. અને મિથ્યાત્વી જીવ તો અંતર્મુહૂર્ત માં આનો રસ હણી નાંખે છે.
ઉત્તર-૨૨ મિથ્યાત્વે જઇને તૂર્ત જ આ રસને હણવાનું ચાલુ થઇ જતું નથી, કિન્તુ અંતર્મુહૂર્ત બાદ ચાલુ થાય છે. અને ચાલુ થયા પછી પણ ઉત્કૃષ્ટ રસને હણતાં અંતર્મુહૂર્ત લાગે છે. આ બે અંતર્મુહૂર્ત જેટલો કાળ પસાર થાય છે એ પૂર્વે એ જીવ ભવાંતરમાં સમ્યક્ત્વ પામી જાય છે, એટલે ઉત્કૃષ્ટ રસ ટકી રહે છે. પ્રશ્ન-૨૩ ૯૭શુભાશુભ શેષ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિયપણાંમાં જે જીવ અનુભાગસત્તાનો ઘણો નાશ કરીને હતસત્કર્મ વાળો બન્યો છે તે જીવ ત્યાંથી બેઇન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધીમાં જાય તો કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી
૮.૩
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org