________________
ક્ષીણ થતો હોવાથી વધારે સ્થિતિઘાત વગેરે થયા હોવાના કારણે ચરમખંડ નાનો હોય છે. સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ’કોઇપણ વેદે શ્રેણિ પર આરૢ જીવને મળે છે, કેમકે બધાને એક જ સ્થળે એનો ચરમસંક્રમ થાય છે. કર્મપ્રકૃતિચૂર્ણિની ટીપ્પણમાં, સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ કોઇપણ વેદારૢ જીવને કહ્યો જ છે. કષાયપ્રાભૂત ચૂર્ણિની વૃત્તિમાં પણ એ પ્રમાણે કહ્યું છે. કર્મપ્રકૃતિની વૃત્તિમાં અને કષાયપ્રાભૂત ચૂર્ણિમાં માત્ર સ્ત્રીવેદાઢ જીવને જ સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ અને જઘન્યરસસંક્રમ જે કહ્યો છે તે મતાંતર રૂપ ન જાણવો, કેમકે ત્રણેમાંથી કોઇપણ વેદે આફ્ત થયેલા જીવને નિયતસ્થાને નિયતસ્થિતિઓમય સમાન ચરમખંડનો જ સંક્રમ થાય છે. તેમ છતાં, નપુસંક વેદનો જઘન્ય સ્થિતિસંક્રમ માત્ર નપુંસકવેદીને હોવાથી તે સ્ત્રીવેદની વાત નપુંસકવેદની સાથે કરી હોવાથી કષાયપ્રાભૂતચૂર્ણિ વગેરેમાં માત્ર સ્ત્રીવેદીની વાત કરી છે એમ જાણવું. અથવા, અન્ય બે વેદમાં સ્વ-સ્વવેદારૢજીવને જ જઘન્ય સ્થિતિસંક્રમ વગેરે મળતાં હોવાથી ત્રણે વેદમાં સામ્ય દેખાડવા માટે ઉક્ત નિર્દેશ કર્યો હોય એમ જાણવું. વ્યાખ્યાથી, સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ ત્રણે વેદાઢને મળે એ જાણવું.
પ્રશ્ન - ૧૫ :- સંજય૦ ક્રોધ વગેરે ૪ નો જઘન્ય સ્થિતિસંક્રમ કોને મળે ? ઉત્તર-૧૫ :- ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણિમાંડનાર જીવને ચારેયનો જઘન્ય સ્થિતિસંક્રમ મળે છે. માનાફ્ટને ક્રોધ વિના ત્રણનો, માયાફ્ટને માયા-લોભનો અને લોભાઢ ને માત્ર લોભનો જઘન્ય સ્થિતિ સંક્રમ મળે છે. ક્રોધારૢ જીવને અવેદી બન્યા પછી અશ્ર્વ કર્ણકરણ અક્કા અને કિટ્ટીકરણ અા પછી ક્રોધક્ષપણાકાળ હોય છે. એમાં ત્રીજી સંગ્રહકિક્રિના ચરમઉદયસમયે ક્રોધની જે સ્થિતિઓ બંધાઇ હોય છે તેનો સમયન્યૂન બે આવલિકાના ચરમસમયે જે ચરમસંક્રમ કરે છે એ એનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. માનારૢ જીવ અવેદી બન્યા પછી પહેલાં ક્રોધને ખપાવી દે છે અને પછી અમ્ભકર્ણકરણ તેમજ કિટ્ટીકરણ કરે છે અને ત્યારબાદ માનને ખપાવે છે. તેથી એને સંજય૦ ક્રોધનો જઘન્ય સ્થિતિસંક્રમ મળી શક્તો નથી. માનને ખપાવવાની બાબતમાં ક્રોધાફ્ટ કે માનાઢ બન્ને સરખા જેવા જ હોવાથી માનનો જઘન્ય સ્થિતિસંક્રમ એ બન્નેને મળે છે. માયોદયાઢ જીવ માનને અમ્ભકર્ણકરણ અને કિટ્ટીકરણ પૂર્વે ખપાવી દેતો હોવાથી એને માનનો પણ જઘન્ય સ્થિતિસંક્રમ મળતો નથી. એ જ પ્રમાણે લોભોદયાઢને માયાનો પણ જઘન્ય
સંક્રમકરણ
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org