SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના અંતરમાં પ્રવેશ થવાથી પુન: ઉપશમસમ્યક્ત્વી બની ૨૮ ની સત્તાવાળો અને ૨૬ના સંક્રમસ્થાનવાળોબને. જો આવું શક્ય હોય તો૨૫નું સંક્રમસ્થાન જઘન્યથી એક સમય મળે. (આવું અશક્ય હોવાનું માનવામાં કોઇ કારણ જણાતું નથી.) બાકી ૨૮ ની સત્તાવાળાને ૨૫ નું સંક્રમસ્થાન બીજે ગુણઠાણે એક સમય માટે જાય તો એક સમય કાળ માટે મળે જ છે, કારણકે બીજા ગુણઠાણાની આગળપાછળ ચોથે અને પહેલે ગુણઠાણે ૨૭નું સંક્રમસ્થાન હોય છે, બીજે ગુણઠાણે દર્શનમોહમાં સંક્રમ ન હોવાથી ૨૫નું સંક્રમસ્થાન હોય છે. પ્રશ્ન - ૩ :- મોહનીયકર્મમાં ૬ કે ૭ મે ગુણઠાણે ૧૧ નું અને ૯ નું પતદ્મહસ્થાન એક સમય માટે મળી શકે છે તો ૧૦ નું પતગ્રહસ્થાન જઘન્યથી એક સમય માટે કેમ નહીં? ઉત્તર - ૩ :- ૬૪ - ૭ મે ગુણઠાણે ૧૧ નું પતગ્રહસ્થાન ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને અને ૯ નું પતદ્દગ્રહસ્થાન ક્ષાયિકસમ્યક્ત્વીને હોય છે. ૬ કે ૭ મે ૧ સમય માટે આવી કાળ કરી જાય તે જીવને આ પતહસ્થાનો૧સમય માટે મળે છે.(ત્યારબાદ ૪થે ગુણઠાણે જવાથી ૧૯ કે ૧૭નું પતદ્મહસ્થાન હોય.) કિન્તુ ૧૦નું પતદ્દહસ્થાન તો ક્ષાયિકસમ્યક્ત્વ પામતી વખતે મિથ્યાત્વ ક્ષીણ થયે હોય છે. આ અવસ્થામાં જીવ મૃત્યુ પામતો નથી. અને મૃત્યુ સિવાય છઠું – સાતમું ગુણઠાણું એક સમય માટે આવતું નથી. માટે ૧૦નું પતદ્દહસ્થાન જઘન્ય થી પણ અંતર્મુહૂર્ત કાળ માટે જ મળે છે. આ જ કારણસર છઢે સાતમે ગુણઠાણે ૧૧માં ૨૬નું સંક્રમસ્થાન પણ જઘન્ય થી ૧સમય માટેન મળતાં ૧આવલિકા માટે મળે છે. એમ ૧૦માં ૨૨ નું સંક્રમસ્થાન પણ અંતમુર્છ માટે મળે છે. પ્રશ્ન - ૪ :- પ્રકૃતિસંક્રમ અને પ્રદેશસંક્રમમાં તફાવત શું છે ? ઉત્તર – ૪ :– જ્યારે તે તે પ્રદેશોને આધાર તરીકે વિક્ષી તેમા થયેલા સ્વભાવના ફેરફારની વાત હોય ત્યારે એ પ્રકૃતિસંક્રમ કહેવાય છે. જેમકે અમુક દલિકોમાં મતિજ્ઞાનને આવરવાનો સ્વભાવ હતો તે બદલાઇને શ્રુતજ્ઞાનને આવરવાનો સ્વભાવ થયો એ મતિજ્ઞાનાવરણનો પ્રકૃતિસંક્રમ હેવાય. જ્યારે પ્રકૃતિઓને આધાર તરીકે વિવતી દલિકોની અવરજવરની વિક્ષા હોય તે પ્રદેશસંક્રમ કહેવાય છે. જેમકે મતિજ્ઞાના૦ પ્રકૃતિમાં રહેલા પ્રદેશો શ્રુતજ્ઞાના વગેરે બીજી પ્રકૃતિમાં કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy