________________
(સંકમકરણ)
પ્રશ્ન-૧:- ઉપશમસત્ત્વ સાથે ઉપશમશ્રેણિ માંડનારને મોહનીયકર્મનું બેમાં બેનું સંક્રમસ્થાન માં ગુણઠાણે હોય? ઉત્તર - ૧ :- હા, હોય. ૯ મા ગુણઠાણાના ચરમસમયે સંજવલનલોભનો બંધવિચ્છેદ થાય છે. એની સમયગૂન બે આવલિકા પૂર્વથી એની પતદ્મહતા નષ્ટ થઈ હોવાથી અમાત્યા -પ્રત્યા-લોભ સ્વસ્થાને જ ઉપશાંત થાય છે, પણ સંજવલન લોભમાં સંક્રમતા નથી. એટલે ૯મા ગુણઠાણે પણ એ સમયજૂન ૨ આવલિકા જેટલા કાળ માટે બેમાં બેનું જ સંક્રમ સ્થાન હોય છે. અને ક્ષાયિક્ષમ્યક્તીને તો ત્યારથી જ સંકમાભાવ હોય છે. ક્ષપકશ્રેણિમાં તો મા ગુણઠાણાના અંત પહેલાં જ અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે સંજવલન માયાનો સત્તાવિચ્છેદ થવા સાથે સંક્રમાભાવ થઇ જાય છે. પણ એ પહેલાં, ક્રોધના સત્તાવિચ્છેદ પછી અને માનનો સત્તાવિચ્છેદ ન થાય ત્યાં સુધી બે માં બે મળે છે. પ્રશ્ન - ૨ :- મોહનીયની ૨૭ની સત્તાવાળાને ૧લે ગુણઠાણે ૨૫ નું સંક્રમ સ્થાન જઘન્યથી ૧ સમય માટે મળે કે નહીં? ઉત્તર - ૨ - ૨૮ ની સત્તાવાળો સમ્યત્વમોહનીયને ઉવેલી નાંખે ત્યારે ૨૭ની સત્તાવાળો થાય છે. એ વખતે ૨૬ નું સંક્રમ સ્થાન હોય છે. મિશ્ન પણ ઉવેલાતાં ઉકેલાતાં ચરમખંડનો ચરમપ્રક્ષેપ થયે માત્ર ઉદયાવલિકા શેષ રહે છે ત્યારથી ૨૫નું સંક્રમ સ્થાન શરુ થાય છે. એક આવલિકામાં તો એ ૨૬ની સત્તાવાળો થઇ જાય છે. તેથી ૨૫નું સંક્રમ સ્થાન ન આવલિકા કાળ માટે મળે છે. ૨૫નું સંક્રમ સ્થાન એક સમય પ્રવર્યા પછી બીજા સમયે જો એ મિશ્રગુણઠાણે ચાલ્યો જાય તો એકસમય માટે મળી શકે. પણ એવું બનતું નથી, કેમકે જઘન્યથી પણ મિશ્રની સત્તા P/a ન્યૂન એક સાગરોપમ બાકી હોય ત્યાં સુધીમાં જ એનો ઉદય થઈ શકે છે, ત્યાર બાદ નહીં.
તેમ છતાં, કષાયપ્રાભૂતચૂર્ણિના મતે એક સમય આ રીતે મળે છે- જ્યારે મિશ્રમોહનીયનો ચરમખંડ ઉવેલાઇ રહ્યો હોય ત્યાં સુધીમાં પુન: ઉપશમસમ્યક્ત પામવાની એવી રીતની પ્રક્રિયા કરે કે જેથી મિશ્રમોહનીયનો ચરમપ્રક્ષેપ મિથ્યાત્વમાં કરે, પછી એક સમય માટે ૨૫નો સંક્રમ કરે અને તે પછીના સમયે જ
સંક્રમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org