________________
સાકાર ઉપયોગ પ્રાયોગ્ય જે સ્થાનો હોય છે તે અનાકાર પ્રાયોગ્ય હોતા નથી, એટલે કે એકાંત સાકાર ઉપયોગ પ્રાયોગ્ય હોય છે.
એટલે ગ્રન્થમાં જયાં મિશ્ર ઉપયોગ પ્રાયોગ્ય સ્થાનો' એમ લખ્યું છે ત્યાં કદાચ એવો અર્થ હોય કે ‘સાકાર કે અનાકાર કોઇપણ ઉપયોગથી બાંધી શકાય એવા સ્થાનો.' તેથી, વિવક્ષિત સમયે તો આ બેમાંથી કોઇ પણ એક જ ઉપયોગ હોય છે અને તેનાથી જ એ સ્થાન બંધાઇ રહ્યું હોય છે. પણ તેમ છતાં એ સ્થાન અન્ય ઉપયોગથી પણ બંધાવાની યોગ્યતાવાળું છે, માટે એનો ઉલ્લેખ ‘મિશ્રઉપયોગ પ્રાયોગ્ય' તરીકે ક્યો છે. એટલે, એક જ સમયે જીવને સાકાર અનાકાર બન્ને ભેગા થઇને મિશ્ર ઉપયોગ કઇ રીતે હોય શકે? આવો પ્રશ્ન ઊઠતો નથી. ત્રણ કે ચાર ઠાણિયા રસબંધ માટે આવશ્યક અધિક પ્રમાણના સંક્લેશ - વિશુદ્ધિ અનાકાર ઉપયોગમાં સંભવિત નથી. તેથી શુભ અને અશુભ બન્નેનો ૩ – ૪ ઠા. ૨સ તો માત્ર સાકાર ઉપયોગથી જ બંધાતો હોવાના કારણે એમાં એકાંતસાકાર પ્રાયોગ્ય અને મિશ્ર પ્રાયોગ્ય એમ ભેદ પાડ્યા નથી. ૨ ઠા. માં પણ એકદમ જઘન્ય તરફના કે ઉત્કૃષ્ટ તરફ્ના તો એકાંતસાકાર પ્રાયોગ્ય જ હોય છે, મધ્યમના રસસ્થાનો જ સાકાર-અનાકાર ઉભયપ્રાયોગ્ય હોય છે એ ૨૨ બોલના અલ્પબહુત્વ પરથી જાણી શકાય છે. (અશુભનો એક ઠા. રસ બંધ પણ સાકાર ઉપયોગથી જ થતો હોવો જોઇએ. માટે સૂક્ષ્મસંપરાય સંયતને સાકાર ઉપયોગ હેલો છે.)
‘મિશ્ર ઉપયોગ' ના ઉલ્લેખનું આ એક સમાધાન છે. અથવા આનું જ એક અન્ય સમાધાન પૂજ્યપાદ મુનિચન્દ્ર સૂરિમહારાજે કર્મપ્રકૃતિચૂર્ણિની ટીપ્પણમાં આપેલ છે જેનો પદાથો ના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તત્ત્વ કેવલિગમ્ય છે.
કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૬૯
www.jainelibrary.org