________________
પ્રશ્ન - ૫૭ - તિર્યચદ્ધિક અને નીચગોત્રનો જઘન્ય સ્થિતિ બંધ પૃથ્વીકાયાદિ પાંચમાં થાય છે કે કોકમાં જ? શા માટે? ઉત્તર - પ૭ :- જેઓને મનુષ્યદ્ધિના બંધનો સંભવ હોય છે તેઓ તો વિશુદ્ધિ અવસ્થામાં મનુષ્ય પ્રાયોગ્ય બાંધતા હોઇ તિર્યચદ્ધિના જઘન્ય સ્થિતિબધનો અવકાશ હોતો નથી. જ્યારે તેઓ તિર્યચદ્દિક બાંધે છે ત્યારે તેઓને તેવી તીવ્રવિશુદ્ધિ હોતી નથી કે જેથી ઉક્ત ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબધ થાય. તેથી જ બાદર પર્યાપ્ત તેઉકાય વાઉકાયજીવો તીવ્રવિશુદ્ધિવાળા હોય ત્યારે પણ આ ત્રણ પ્રકૃતિઓ જ બાંધતા હોઈ તેઓને જ આ ત્રણ પ્રકૃતિઓનો અને ઉદ્યોત નામ કર્મનો જઘન્ય સ્થિતિબંધ હોય છે, અન્ય પૃથ્વીકાયાદિને નહિ. શતક વગેરે પ્રસ્થમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવોને જઘન્ય સ્થિતિબન્ધ સ્વામી તરીકે જે કહ્યા છે તે સામાન્યથી જાણવું, અને વ્યાખ્યાનનો વિશેષ પ્રતિપત્તિ: એ ન્યાયે આટલી વિશેષ પ્રરૂપણા આમાં જાણવી, પણ કોઈ વિરોધની શંકા ન કરવી. પ્રશ્ન - ૫૮ :- જઘન્યસ્થિતિબંધ અંગે શું મતાંતર છે? ઉત્તર - ૫૮ :- નિદ્રા વગેરે ૮૫ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધ અંગે આ પ્રમાણે મતાંતર છે. કર્મપ્રકૃતિમાં આયુ સિવાયની ૭ પ્રકૃતિઓના કુલ ૯ વર્ગ પાડયા છે. (મોહનીયના દર્શનમોહનીય, ક્યાયમોહનીય અને નોકષાયમોહનીય એમ ૩વર્ગ, શેષ ૬ના ૬). વિવણિત પ્રકૃતિ જે વર્ગની હોય તે વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડી વડે ભાગવાથી જે આવે એટલો એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. એમાંથી P/ બાદ કરવાથી એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ આવે છે. સર્વ પ્રકૃતિઓમાટે પલ્યોપમનો આ અસંખ્યમો ભાગ તુલ્ય જ હોય છે એવું નથી, કિન્તુ નાનો મોટો હોય છે. તેથી જઘન્ય સ્થિતિબંધ ઓછોવતો હોય છે. આ જ આ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ છે. એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫,૫૦,૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી અનુક્રમે બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને એમાંથી P/s બાદ કરવાથી તેઓનો જઘન્ય સ્થિતિબંધ આવે છે. જુદી જુદી પ્રવૃતિઓ માટે અહીં પણ પલ્યોપમનો આ સંખ્યાતમો ભાગ નાનો મોટો હોવાથી જઘન્ય સ્થિતિબંધ ઓછો થતો હોય છે.
પંચસંગ્રહમાં સ્વર્ગની વિવમાનથી. કિન્તુ પોતાનો જ જે ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોય તેને ૭૦ કોડા કોડી એ ભાગવાથી જે આવે તે, નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org