________________
કોડા કોડી જ મળે.
પ્રશ્ન ૫૫ :- ચારથી સાત ગુણઠાણે સ્થિતિસત્તા કરતાં અધિક સ્થિતિબંધ થાય?
ઉત્તર - ૫૫ :- સમ્યક્ત્વપ્રાપ્તિ બાદ પલ્યોપમ પૃથક્ક્સ જેટલી સ્થિતિસત્તા ક્ષીણ થાય એટલે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તો દેવલોકમાં એટલો કાળ પસાર થયા પછી પણ દેશવિરતિ કેમ નથી પામતા? આવા પ્રશ્નનો શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં ઉત્તર આપ્યો છે કે સમ્યક્ત્વી દેવો પણ સ્થિતિસત્તા કરતાં અધિક સ્થિતિબંધ કરે છે, તેથી કાળ પસાર થવા છતાં સ્થિતિસત્તા ઘટતી નથી. પણ આ સિદ્ધાન્તનો મત જાણવો. કર્મપ્રકૃતિ ચૂર્ણિ ટીપ્પણમાં આહારક ડ્રિંકની જઘન્ય સ્થિતિ ઉદીરણાના અધિકારમાં સમ્યક્ત્વી જીવ સત્તા કરતાં અધિક સ્થિતિબંધ કરતો નથી એમ નિષેધ કરેલો છે. માટે બે મત જાણવા.
પ્રશ્ન ૫૬ :- શાતાનો પરાવર્તમાન ભાવે જે જઘન્ય સ્થિતિબંધ થાય એ
અશાતાના જઘન્ય સ્થિતિબંધને તુલ્ય હોય છે કે હીનાધિક ?
ઉત્તર - ૫૬ :- પરાવર્તમાનભાવે અશાતાનો જે જઘન્ય સ્થિતિબંધ થાય છે એ જ એનો કોઇ પણ જીવોમાં મળતો જઘન્ય સ્થિતિબંધ છે, એ, શાતાનો પરાવર્તમાન ભાવે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે એને તુલ્ય હોય છે.
W
શંકા – બંધનકરણના અંતભાગે ૨૨ બોલનુ જે અલ્પબહુત્વ આપ્યું છે . એના આઠમા અને નવમા બોલથી જણાય છે કે એ બે તુલ્ય હોતા નથી, કારણ કે આઠમા બોલમાં પરાવર્તમાન શુભના જઘન્ય સ્થિતિબંધને કહી, પછી નવમા બોલમાં પરાવર્તમાન અશુભના જઘન્ય સ્થિતિબંધને વિશેષાધિક કહ્યો છે.
સમાધાન – આઠમા બોલમાં પરાવર્તમાન શુભનો જે જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે
તે એનો પરાવર્તમાનભાવે થતો જઘન્ય સ્થિતિબંધ નથી, પણ એનાથી પણ ઓછો
જેજઘન્ય સ્થિતિબંધ અપરાવર્તમાનભાવે થાય છે એ છે. એમાં પરાવર્તમાનભાવ’ એવું જે વિશેષણ છે તે સ્થિતિબંધનું નથી પણ માત્ર પ્રકૃતિનું છે. એટલે જ ચાર ઠાણિયારસ માટે પણ ‘પરાવર્તમાનશુભ’ એમ લખેલ છે. અન્યથા, એ વખતે અશુભનો બંધ ન હોવાથી સ્થિતિબંધ અપરાવર્તમાનભાવે થઇ રહ્યો હોય છે. એટલે પરાવર્તમાનભાવે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે તે શુભ-અશુભનો સમાન જહોય
છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
બંધન કરણ
www.jainelibrary.org