________________
એક સરખું જ રહે છે કે નાનું - મોટું થાય છે?
-
ઉત્તર – પર :- એક સરખું જ રહે છે. જો એ નાનું મોટું થતું હોય તોતીવ્રતા-મંદતામાં પ્રથમ કંડકનો જઘન્ય રસ ઉત્તરોત્તર અનંત - અનંતગુણ કહ્યા બાદ નીચેનો એક ઉત્કૃષ્ટ- ઉપર એક જઘન્ય... એમ એક સરખી રીતે ઉત્કૃષ્ટ સ્થિતિના જઘન્ય રસ સુધી જે અનંત – અનંતગુણ તીવ્રતા બતાવી છે તે એક્યારી સમાન રીતે ન ચાલતાં એમાં ફેર પડી જાત. તેમજ છેવટે બાકી રહી જતા ઉત્કૃષ્ટ રસ પણ કંડક પ્રમાણસ્થિતિઓના ન રહેતા ઓછા-વત્તા રહેત.
પ્રશ્ન – ૫૩ :–નીલ – કટુક તથા શુભવર્ણાદિ ૧૧નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય છે ?
ઉત્તર - ૫૩ :- શ્રીપત્નવણા મૂળમાં શુક્લવર્ણ વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે ૧૦, ૧૨ ૧/૨, ૧૫, ૧૭ ૧/૨ અને ૨૦ કોડા કોડી સાગરોપમ કહ્યો છે. તે વાત પંચસંગ્રહ અને પાંચમા કર્મગ્રન્થમાં પણ ત્યાંથી આવી લાગે છે. પરંતુ, શુક્લવર્ણાદિ દરેક પ્રકૃતિઓ ઉત્કૃષ્ટ સંક્લેશે પણ બંધાય છે, તેથી બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તુલ્ય બંધાવી જોઇએ' એવા નિયમાનુસારે કર્મપ્રકૃતિચૂર્ણિમાં આ બધી પ્રકૃતિઓને બંધોત્કૃષ્ટ ગણી છે. (એટલે કે દરે ક્નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડા કોડી સાગરોપમ કહ્યો છે.)
કર્મપ્રકૃતિના વૃત્તિકારોએ સંક્રમકરણમાં આ પ્રકૃતિઓને સંક્રમોત્કૃષ્ટ કહી છે. છતાં,ઉદીરણાકરણમાં અને સત્તાઅધિકારમાં સ્થિતિનું પ્રમાણ દર્શાવતાં વૃત્તિકારોએ પણ બંધોત્કૃષ્ટ કહી છે. પંચસગ્રહમાં પણ ઉદીરણા અધિકારમાં બંધોત્કૃષ્ટમાં ગણી છે. તેથી કર્મપ્રકૃતિ વગેરેના મતે અગુરુલઘુ વગેરેની જેમ શુભવર્ણાદિનો પણ ૨૦ કોડા કોડી સ્થિતિબંધ થાય અને આગમના (પત્નવણાના) મતે એ ૧૦ કોડા કોડી સાગરોપમ વગેરે થાય એમ બે મત જાણવા.
પ્રશ્ન - ૫૪ :- પાંચમા કર્મગ્રન્થમાં સાસ્વાદનગુણઠાણે જઘન્ય સ્થિતિબંધ અંત: કોડા કોડી કહ્યો છે, તો એકેન્દ્રિય જેટલો કેમ નથી કહ્યો ?
ઉત્તર - ૫૪ :- ત્યાં વૃત્તિકાર ભગવંતે ખુલાસો કર્યો છે કે એની વિવક્ષા નથી કરી. જ્યારે જીવસમાસ વગેરે ગ્રન્થના અભિપ્રાયે તો સાસ્વાદન ગુણઠાણું સંજ્ઞીને જ હોય છે, એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયને નહીં. તેથી એ મતે જઘન્ય સ્થિતિબંધ અંત:
કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૫૩
www.jainelibrary.org