________________
સમાનસ્થિતિક બંધ જેમ આવશ્યક છે એમ એ બંધ કરનાર બંધક પણ સમાન જ હોવો આવશ્યક છે. જો બંધક બદલાઇ જતો હોવા છતાં, પ્રતિપક્ષી પ્રકૃતિનો સમાનસ્થિતિબંધ સંભવિત હોવા માત્રથી પ્રકૃતિ પરાવર્તમાન બની જતી હોય તો ત્રસનામકર્મને ૧૮ થી ૨૦ કોડા કોડી સુધી પણ પરા૦ જ કહેત, અપરા૦ નહી. સ્થાવરની ૧૮ થી ૨૦ કોડા કોડીની સ્થિતિઓ ઇશાનાન્તદેવ બાંધે છે જ્યારે ત્રસની તે સ્થિતિઓ એ સિવાયના સંજ્ઞીઓ બાંધે છે. આમ ઇશાનન્તદેવો ૧૮ થી ૨૦ કોડા કોડી સુધી ત્રસનામકર્મ બાંધી શક્તા ન હોવાથી તેઓ માટે સ્થાવરની તે સ્થિતિઓ, અને અન્યસંજ્ઞીઓ ૧૮ થી ૨૦ કોડા કોડી સુધી સ્થાવર બાંધી શક્તા ન હોવાથી તેઓ માટે ત્રસની તે સ્થિતિઓ જેમ અપરા૦ છે, તેમ દેવો ૧૫ કોડા કોડીની ઉપર મનુષ્યદ્ઘિક બાંધી શક્તા ન હોવાથી તિર્યં ચક્ત્તિક બિનહરીફ બંધાતી હોવાના કારણે દેવો માટે એ ૧૫ થી ૨૦ કોડા કોડી સુધી અપરા૦ જ છે, અને તેથી એમાં તદેકદેશાન્ય અનુકૃષ્ટિ હોવાથી ૧૪ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ કરનાર દેવને થતાં જઘન્ય રસબંધ કરતાં ૧૬ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધક દેવને થતો જઘન્ય રસબંધ અનંતગુણ જ હોવો જોઇએ, તુલ્ય નહીં.
સમાધાન તમારું કથન યોગ્ય નથી, કારણકે છેવટે પરાવર્તમાનતા કે અપરાવર્તમાનના એ પ્રકૃતિનો ધર્મ છે. કોઇ એક બંધક પણ, વિવક્ષિત પ્રકૃતિનો ઉત્કૃષ્ટથી જે સ્થિતિબંધ સુધી પ્રતિપક્ષી પ્રકૃતિ સાથે પરાવર્તમાનભાવે બંધ કરતો હોય તે સ્થિતિ સુધી એ પ્રકૃતિ પરાવર્તમાન બની જ ગઇ. પછી બીજા બંધકો માટે ભલે ને એ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પ્રતિપક્ષી પ્રકૃતિ બંધાતી ન પણ હોય. એટલે તિર્ય ચક્ત્તિને જો મનુષ્યો ૧૮ કોડા કોડી સુધી પરાવર્તમાનભાવે બાંધી શકે છે તો બધા માટે એ ત્યાં સુધી પરાવર્તમાનતા સ્વભાવને જ અનુસરશે. હા, જો એક પણ એવો બંધક મળતો ન હોય કે જે ૧૫ થી ૧૮ કોડા કોડી સુધી એને પરાવર્તમાનભાવે બાંધતો હોય તો એને ૧૮ કોડા કોડી સુધી પરા૦ ન કહેવાત. ત્રસનામ કર્મને તો ૧૮ થી ૨૦ સુધી કોઇ જ પરાવર્તમાનભાવે બાંધતું નથી. માટે એ ૧૮ થી ૨૦ કોડા કોડી દરમ્યાન અપરા૦ છે. “સમ્યક્ત્વીઓ સ્થાવરચતુષ્ક વગેરે બાંધતા નથી, તેથી મિથ્યાત્વીઓ માટે પરા૦ એવી પણ ત્રસચતુષ્ક વગેરે જેમ તેઓ માટે અપરા૦ જ છે તેમ દેવો ૧૫ કોડા કોડી ની ઉપર તિર્યંચદ્દિક સિવાયની અન્યદ્ઘિક બાંધતા જ ન હોવાથી તેઓ માટે ૧૫ કોડા કોડી ની ઉપર તિર્યંચદ્દિકને અપરા૦ જ કહેવી
બંધનકરણ
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org