________________
જઘન્ય રસબંધ ક્ષાયોપશમિક સમ્યક્ત્વાભિમુખને મિથ્યાત્વીને થતો હોય તો જ ઘટી શકે છે, કારણકે ઉપશમ સમ્યક્ત્વાભિમુખને મિથ્યાત્વ ચરમસમયનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોય છે, અંતર્મુહૂર્ત નહીં. (એમ ઉદ્યોતના ઉત્કૃષ્ટ રસબંધનું અંતર પણ જે અંતર્મુહૂર્ત બતાવ્યું છે એના પરથી પણ આ વાત જણાય છે.) માટે, માયોપશમિક સમ્યક્ત્વાભિમુખ ચરમસમયમિથ્યાત્વી પણ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ધરાવી શકે છે. એ જીવને તો એ વખતે અનિવૃત્તિકરણ ન હોવાથી જુદી જુદી વિશુદ્ધિ સંભવિત હોઇ જુદા જુદા બધા સ્થિતિબંધસ્થાનો સંભવિત હોય છે. એટલે એ વખતે એને જે જઘન્ય સ્થિતિબંધ થાય ત્યાંથી લઇને અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધીના બધા સ્થિતિબંધ સ્થાનો એની અપેક્ષાએ નિરંતર મળી શકે છે. ચૂર્ણિમાં જે એનો નિષેધ કર્યો છે તે માત્ર કરણની અપેક્ષાએ જાણવો. ચૂર્ણિમાં અનિવૃત્તિકરણ ચરમસમય... વગેરે કરેલી ભાવનાને સંગત ઠેરવવા ટીપ્પણકારે ઉપરોક્ત ટીપ્પણ કર્યું છે એ જાણવું.
આમ ક્ષાયોપમિક સમ્યક્ત્વ પામનારા જીવની અપેક્ષાએ નિરંતર સ્થિતિબંધસ્થાનો મળે છે અને દેકદેશાન્ય અનુકૃષ્ટિ પણ મળે છે એ જાણવું.
આ જ રીતે ચોથે ગુણઠાણે અનંતાનુબંધી વિસંયોજના વગેરેની પ્રક્રિયામાં કરણકાળભાવી જે વિશુદ્ધિ હોય છે તે વિશુદ્ધિમાં માત્ર શાતા જ બંધાતી હોવાથી એની શુદ્ધસ્થિતિઓ મળે છે. વળી આ સ્થિતિબંધસ્થાનો કરણ વિના સ્વસ્થાનવિશુદ્ધિથી પણ મળે છે. તેથી નિરંતર મળતા હોવાથી અનુકૃષ્ટિ મળે છે. એટલે ચોથા ગુણઠાણા પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાનથી ૪ થા ગુણઠાણે થતા અશાતાના જઘન્ય સ્થિતિબંધ સુધી શાતાની તઠેકઠેશાન્ય અનુકૃષ્ટિ મળે છે અને ત્યારબાદ ચોથે ગુણઠાણે શાતાનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય ત્યાં સુધી તાનિ અન્યાનિ મળે છે એ જાણવું. ચોથે ગુણઠાણે જ સંભવિત એનાથી વધુ સંક્લેશમાં માત્ર અશાતા બંધાય છે એટલે એની ત્યાં તટેકદેશાન્ય અનુકૃષ્ટિ મળે છે. આ જ પ્રમાણે પાંચમા ગુણઠાણે પણ અનુકૃષ્ટિ જાણવી... સંયતની અનુકૂષ્ટિ માટે, જો આઠમે ગુણઠાણે પણ નિરંતર સ્થિતિબંધસ્થાનો મળતા હોય તો આઠમા ગુણઠાણા પ્રાયોગ્ય જઘન્યથી શાતાની તદેકદેશાન્ય અનુકૃષ્ટિનો પ્રારંભ કરવો. જો આઠમે નિરંતર સ્થાનો ન મળતા હોય તો સાતમા ગુણઠાણા પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રારંભ કરવો. છઢે ગુણઠાણે અશાતાનો જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાં
કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org