________________
ચરમસમયમિથ્યાત્વીને આ ૩નો જઘન્ય સ્થિતિબંધ હોય છે. ત્યાંથી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સુધી તદેદેશાન્ય, પછી ૧૫ કો. કો. સુધી મનુષ્ય ડ્રિંક સાથે પરાવર્તમાન હોવાથી તાનિ અન્યાનિ અને ત્યાર બાદ ૨૦ કો. કો. સુધી પાછી ઠેકઠેશાન્ય અનુકૃષ્ટિ જાણવી.
પ્રશ્ન – ૪૪ :– અનુકૃષ્ટિની પ્રરૂપણા, ઉત્કૃષ્ટ તરફ તો સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી છે, પણ જઘન્ય તરફ ક્યાં સુધી છે?
ઉત્તર – ૪૪ :- સામાન્યથી સંજ્ઞી જીવોમાં અભચપ્રાયોગ્ય જે જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી પ્રારંભ કરવાનો ઉલ્લેખ છે. તેમ છતાં, વ્યાખ્યાનતો વિશેષપ્રતિપત્તિ: ન્યાયે નીચેની વિશેષતાની સંભાવના છે.
શાતા, સ્થિર – શુભ – યશ આ ૪ની પ્રતિપક્ષી અશાતા વગેરે પ્રકૃતિઓ છઠ્ઠી ગુણઠાણા સુધી બંધાય છે. એટલે જ આ આઠે ય પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ૧ થી ૬ ગુણઠાણામાંના કોઇપણ મધ્યમ પરિણામી જીવને કહેલ છે. તેથી છઠ્ઠાગુણઠાણા પ્રાયોગ્ય અશાતાનો જે જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી લઇ શાતા વગેરેની પોતપોતાની ઉત્કૃષ્ટ સુધી આક્રાન્ત સ્થિતિઓ મળે છે એમ હેવાય છે.
જો કે વિચાર કરીએ તો જણાય છે કે સંયતના ઉત્કૃષ્ટ કરતાં દેશવિરતિનો જઘન્ય, એના ઉત્કૃષ્ટ કરતાં અવિરત સમ્યક્ત્વીનો જઘન્ય, એના ઉત્કૃષ્ટ કરતાં મિથ્યાત્વીનો જઘન્ય સ્થિતિબંધ... આ બધા સંખ્યાતગુણ – સંખ્યાતગુણ હોય છે. એટલે દરેક ઠેકાણે વચ્ચે વચ્ચે આંતરું પડી જાય છે. તેથી સંયતથી લઇને મિથ્યાત્વીના ઉત્કૃષ્ટ સુધીના બધા સ્થિતિબંધસ્થાનો નિરંતર મળતા નથી. તેમ છતાં મિથ્યાત્વગુણઠાણે શાતા અશાતાનો જે પરાવર્તમાન ભાવે જઘન્ય સ્થિતિબંધ થાય (અશાતાનોઅભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ) તે વખતની વિશુદ્ધિ કરતાં અધિક વિશુદ્ધિમાં (સમ્યક્ત્વાભિમુખ વગેરે વિશુધ્ધમાન અવસ્થામાં) માત્ર શાતા બંધાતી હોવાથી શાતાના એ સ્થિતિબંધસ્થાનો શુદ્ધ મળે છે. એટલે સમ્યક્ત્વ પ્રાપ્તિના પૂર્વસમયે સંભવિત જઘન્ય સ્થિતિબંધસ્થાનથી શરુ કરી અશાતાના પરાવર્તમાનભાવે થતા જઘન્ય સ્થિતિબંધ સુધી શાતાની શુદ્ધ સ્થિતિઓ મળે છે. ત્યારબાદ ૧૫ કો. કો. સુધી અશાતા સાથે આક્રાન્ત મળે છે, ત્યારબાદ અશાતાની સ્વઉત્કૃષ્ટ સુધી શુદ્ધસ્થિતિઓ મળે છે.
શંકા- સમ્યક્ત્વપ્રાપ્તિના પૂર્વસમયે (મિથ્યાત્વના ચરમસમયે) જે જઘન્ય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
--
For Private & Personal Use Only
૩૯
www.jainelibrary.org