________________
છતાં, અસ્થિરાદિનોજઘન્ય રસબંધ એકથી છમાંના કોઇપણ ગુણઠાણે પરાવર્તમાન મધ્યમ પરિણામે કહ્યો હોવા છતાં, અતિ વગેરેનો જઘન્ય રસબંધ મા ગુણઠાણાને અભિમુખ છઠ્ઠા ગુણઠાણાવાળા જીવને જ વિશુદ્ધિથી કહ્યો છે. ઔદારિક-વૈક્રિય વગેરેના જઘન્ય રસબંધસ્વામી પણ તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ જીવો છે. માટે એ પણ અપરા. વર્ગમાં કહી છે.
ત્રસચતુ. પરાવર્તમાન શુભ છે, તેમ છતાં, શાતાના વર્ગમાં એનો સમાવેશ એટલા માટે નથી કે શાતામાં જઘન્ય તરફ શુદ્ધ સ્થિતિ હોવાથી તહેકદેશાન્ય છે અને ત્યારબાદ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી આક્રાન્ત હોવાથી તાનિ અન્યાનિ છે, જ્યારે ત્રસ ચતુષ્કમાં તો ઉત્કૃષ્ટ તરફ પણ શુદ્ધ હોવાથી તઠેકદેશાન્ય-તાનિઅન્યાનિ-તદેકદેશાન્ય એમ અનુકૃષ્ટિ છે. સૂક્ષ્મત્રિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કો. કો. સાગરોપમ હોવાથી તેની ઉપર ૨૦ કો. કો. સુધી બાદરત્રિકની શુદ્ધસ્થિતિઓ મળે છે. સ્થાવર અને ત્રસ બન્નેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કો. કો. હોવા છતાં ૧૮ કો. કો. થી ૨૦ કો. કો. સુધીનો સ્થાવરનો બંધ ઇશાનાન્તદેવો જ કરે છે જ્યારે એ સ્થિતિનો ત્રસનો બંધ શેષ સંજ્ઞી જીવો જ કરે છે. એટલે એ સ્થિતિઓના બંધકો માટે તો એ પ્રકૃતિઓ અપ૨ા. જ બની જવાથી એ સ્થિતિઓ શુદ્ધ મળે છે.
ત્રસની જેમ પંચેન્દ્રિય જાતિ પણ પરાવર્તમાન શુભ હોવા છતાં, ઉપરની ૧૮ થી ૨૦ કો. કો. સુધીની સ્થિતિઓ ઇશાનાન્તદેવો સિવાયના સંજ્ઞીજીવો બાંધતા હોવાથી અને એકેન્દ્રિયની તે સ્થિતિઓ ઇશાનાન્તદેવો બાંધતા હોવાથી બંધકો જુદા હોવાના કારણે શાતાથી જુદી પડી જાય છે. તેથી ઉત્કૃષ્ટ તરફ એની પણ તદેકદેશાન્ય અનુકૃષ્ટિ મળવી જોઇએ.
ચોથા પરાવર્તમાન અશુભના વર્ગમાં અશાતા વગેરે ૨૮ પ્રકૃતિઓનો ઉલ્લેખ છે. અશાતામાં પ્રમત્તસંયત પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ૧૫ કો. કો. સાગરોપમ સુધી આક્રાન્તસ્થિતિ હોવાથી તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ છે અને ત્યારબાદ અનાક્રાન્ત સ્થિતિઓ હોવાથી તઠેક દેશ- અન્ય અનુકૃષ્ટિ છે. સૂક્ષ્મ ત્રિક, વિક્લત્રિક, ૪ મધ્યમ સંઘયણ અને ૪ મધ્યમસંસ્થાન આ ૧૪ પ્રકૃતિઓ એવી છે કે એની અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી પોતપોતાની ઉત્કૃષ્ટ સુધીની દરેક સ્થિતિઓ આક્રાન્ત જ છે. એટલે એમાં માત્ર તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ જ મળે છે, તદેકદેશ-અન્ય અનુકૃષ્ટિ મળતી નથી. આટલા અંશે આ ૧૪ પ્રકૃતિઓ અશાતાથી જુદી પડે છે એ જાણવું. તિર્યંચડ્રિંક અને નીચગોત્ર ૭ મી નરકમાં ઉપશમસમ્યક્ત્વાભિમુખ
બંધનકરણ
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org