________________
અન્ય શુભપ્રકૃતિનો પણ, સામાન્યથી તેટલો જ રસબંધ થતો હોય છે. એકનો બે ઠાણિયો ૨સ બંધાતો હોય ત્યારે અન્યશુભપ્રકૃતિનો ત્રણ કે ચાર હાણિયો રસ બંધાય તેવું બનતું નથી. તેથી નક્કી થાય છે કે સાતમે ગુણઠાણે બધી શુભપ્રકૃતિઓનો બે ઠાણિયો પણ રસબંધ થઇ શકે છે.
એટલે આ પણ સમજી શકાય છે કે એકથી સાત ગુણઠાણા સુધી શુભપ્રકૃતિઓનો બે, ત્રણ કે ચાર ઠાણિયો રસબંધ થઇ શકે છે. આઠમાથી દસમા કે ગુણઠાણા સુધી તે માત્ર ચારઠાણિયો જ બંધાય છે.
પ્રશ્ન - ૪ર :- અનુકૃષ્ટિની પ્રરૂપણાથી શું જાણી શકાય છે ?
-
ઉત્તર - ૪૨ :- અમુક વિવક્ષિત રસબંધ વખતે જુદી જુદી કેટલી સ્થિતિઓ બાંધી શકાય છે તે મુખ્યતયા જાણી શકાય છે.
પ્રશ્ન - ૪૩ :- અનુકૃષ્ટિની પ્રરૂપણામાં પ્રકૃતિઓનું વર્ગીકરણ કઇ રીતે છે ? ઉત્તર – ૪૩ :- અપરા. અશુભ, અપરા. શુભ, પરા. શુભ અને પરા. અશુભ એમ ૪ મુખ્ય વર્ગ પાડવામાં આવ્યા છે.
શંકા - ૪૫ ઘાતી પ્રકૃતિઓનો ઉપઘાતની જેમ અપરા. અશુભમાં સમાવેશ કરાયો છે. પાંચમા કર્મગ્રન્થ વગેરેમાં પરાવર્તમાન – અપરા.ની પ્રરૂપણામાં ૫ નિદ્રા વગેરે પ્રકૃતિઓનો પરા. તરીકે ઉલ્લેખ થયો હોવા છતાં, એ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ તો અપરા. જ છે અને તેથી અહીં અપરા. અશુભમાં એનો સમાવેશ અસંગત નથી. તેમ છતાં, ૩ વેદ અને બે યુગલ તો બંધની અપેક્ષાએ પણ પરા. છે, તો એનો સમાવેશ પરા. અશુભના વર્ગમાં કેમ નથી ક્યો ?
સમાધાન – જે પ્રકૃતિના બંધ કે ઉદય અન્ય પ્રકૃતિના બંધ કે ઉદયને દાબીને પ્રવર્તતા હોય તે પરાવર્તમાન પ્રકૃતિ છે.' આવી પાંચમા કર્મગ્રન્થમાં જે વ્યાખ્યા છે તે અહીં લેવાની નથી. કિન્તુ, જેનો જઘન્યરસબંધ પરાવર્તમાનતાના કારણે થાય, એટલે કે પરા. મધ્યમ પરિણામે થાય તે પરાવર્તમાન અને જઘન્ચરસબંધ સંક્લેશ કે વિશુદ્ધિના કારણે થાય તે અપરા.’ એવી વ્યાખ્યા અહીં લેવાની છે.. તેથી આ પ્રરૂપણામાં, બધી જ ઘાતી પ્રકૃતિઓ અપરા.જ છે,કારણકે એ બધીનો જઘન્યરસબંધવિશુદ્ધિથી જ થાય છે. એટલે જ તો, અસ્થિર વગેરે અઘાતી અને અતિ વગેરે ઘાતી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણઠાણાના અંતસમય સુધી બંધાતી હોવા
કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૩૭
www.jainelibrary.org