________________
સ્થાનો ગયા પછી યવમધ્યમ આવે છે. અને એ પછી જીવોની ક્રમશ: હાનિ થવા માંડે છે. આમાં જીવયવમધ્યમ કેટલા સામયિક રસબન્ધઅધ્યવસાયસ્થાનમાં આવે છે ? વૃત્તિકારાદિએ અષ્ટસામયિક રસબન્ધ અધ્યવસાય સ્થાનમાં જે યવમધ્યમ દેખાડ્યું છે તે માનવામાં શું આપત્તિ આવે છે ? અથવા તો એમાં ક્યો વિશેષ અશ્રુપગમ છે ?
ઉત્તર-૪૦ :– જીવનાનાના દ્વિગુણવૃદ્ધિ-હાનિ સ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. જીવયવમધ્યમથી નીચેના સ્થાનોમાં આમાંના અસંખ્યાતમા ભાગના (અને તો પણ અસંખ્ય) દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવી જાય છે. અને અસંખ્ય બહુભાગ દ્વિગુણવૃદ્ધિ-હાનિસ્થાનો આ જીવયવમધ્યમ કરતાં ઉપરના સ્થાનોમાં આવે છે. આના પરથી જણાય છે કે સર્વસ્થાનોને આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયો પ્રમાણ ભાજક વડે ભાગતાં જે જવાબ આવે એટલા સ્થાનો જઘન્ય સ્થાનથી ગયા પછી જીવયવમધ્યમ આવે છે.
હવે જો અષ્ટસામયિક સ્થાનો કરતાં સપ્તસામયિક સ્થાનો જે અસંખ્ય ગુણ છે તેમાં ગુણક જો આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય, અને એમ સપ્તસામયિક કરતાં છ સામયિકમાં યાવત ૪ સામયિક્થાનો સુધી સર્વત્ર ગુણક જો આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય તો જીવયવમધ્યમ અષ્ટસામયિક્થાનમાં આવી શકે.
પણ જો સર્વત્ર આ ગુણક P/a કે શ્રેણિનો અસંખ્યાતમો ભાગ કે અસંખ્ય લોક પ્રમાણ હોય તો જીવયવમધ્યમ નિ:શંકપણે દ્વિસામયિક્થાનમાં જ આવે, અન્યત્ર ક્યાંય નહિ, પણ આ ગુણક બહુશ્રુતો પાસેથી જાણવો જોઇએ. ટીકાકાર ભગવંતે જીવયવમધ્યમનું અષ્ટસામયિકસ્થાનમાં હોવું જે પ્રતિપાદન કર્યું છે તેને સંગત ઠેરવવા માટે તો ગુણક માત્ર આવલિકાનો અસંખ્યાતમો ભાગ માનવો જોઇએ. ધવલાકાર ગુણક તરીકે અસંખ્ય લોક કહે છે. તેઓના મતે જીવયવમધ્યમ દ્વિસામયિક સ્થાનમાં જ સંભવે છે અને તેઓ એવું પ્રતિપાદન કરે છે. પ્રશ્ન - ૪૧ :- સાતમે ગુણઠાણે શુભપ્રકૃતિઓનો બે ઠાણિયો રસબંધ થાય કે નહીં? તથા ક્યા ગુણઠાણે કેટલા ઠાણિયો રસબંધ થાય ?
સાતમા
ઉત્તર – ૪૧:– આહારકદ્ધિનો જઘન્યરસબંધ બે ઠાણિયો કહ્યો છે. વળી તે સ ગુણઠાણાથી નીચે તો બંધાતી નથી. તેથી જણાય છે કે તેનો આ બે ઠાણિયો રસ સાતમે ગુણઠાણે જ બંધાય છે. વળી, એક શુભપ્રકૃતિનો જેટલો રસબંધ થતો હોય,
બંધનકરણ
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org