________________
એવું સમજી લેવામાં કમ્મપયડી વગેરે ગ્રન્થોનો વિરોધ થાય છે.
દેવગતિ અંગે પણ આ જ પ્રમાણે જાણવું. એટલે કે એની જયેષ્ઠ સ્થિતિનો બંધક જઘન્યરસબંધક હોવા છતાં, ત્યારથી માંડીને નીચે નીચે યાવત મનુષ્યગતિનો બંધ હોય ત્યાં સુધી પરાવર્તમાન હોવાથી જઘન્ય રસબંધ સંભવે છે. માટે એ ઉટસ્થિતિ પદ આવી બધી સ્થિતિઓનું સૂચક જાણવું. આની સમજણ નરકગતિનામકર્મની જેમ પશ્ચાનુપૂવીએ જાણવી. પ્રશ્ન - ૩૩ - રસબંધના અધ્યવસાયસ્થાનોમાં જે અનંતગણ કે અનંતભાગ... વૃદ્ધિ કે હાનિ કહ્યા છે તેમાં અનંત' તર્ક શું લેવાનું છે? ઉત્તર- ૧૩:- એ અનંત તરક“સર્વજીવ’ની સંખ્યા લેવાની કહી છે. સામાન્યથી, જેમ યોગસ્થાનમાં હાનિ-વૃદ્ધિ સ્પર્ધકની અપેક્ષાએ છે તેમ આમાં પણ સ્પર્ધકની અપેક્ષાએ લેવી જોઇએ. અને તો પછી અનંતગુણ કે અનંતભાગ અસંગત બને છે. પ્રથમ અધ્યવસાયસ્થાનથી લઈને ચરમ અધ્યવસાયસ્થાન સુધી અભચથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગે જ સ્પર્ધકો હોય છે. એટલે સર્વજીવ વડે ભાગવું અશક્ય રહેવાથી અનંતભાગવૃદ્ધિ સંભવિત નથી. એમ સર્વજીવ વડે ગુણાકાર શક્ય હોવા છતાં જવાબ જે આવે એટલા સ્પર્ધકો કોઇ સ્થાનમાં સંભવિત નથી. કેમકે ૧-૧ સ્પર્ધકમાં ૧-૧ પુદગલ જ લઇએ તો પણઅભવ્યથી અનંતગુણ જ સ્પર્ધકો થાય, સર્વજીવથી અનંતગુણ તો નહીં જ.
આ અસંગતિ કદાચ આ રીતે દૂર થઇ શકે- તે તે સ્થાનમાં સ્પર્ધકો કેટલા છે? એ ગ્રન્થોક્ત પ્રરૂપણાનુસાર સામાન્યસ્પર્ધકની ગણતરી મુજબ ન વિચારતાં એક વિશેષ પ્રકારની પરિભાષાથી વિચારવા. એ પરિભાષા આવી હોય શકે... તે તે વિવક્ષિત સ્થાનમાં કુલ નેહાણ જેટલા હોય તે રકમને પ્રથમ સ્થાનના પ્રથમસ્પર્વના કુલસ્નેહાણ વડે ભાગવી. જે જવાબ આવે એટલાવિવક્ષિત સ્થાનમાં પારિભાષિક સ્પર્ધકો રહેલા માનવા. ત્યારપછીના સ્થાન માટે પણ આ રીતે પારિભાષિક પકોની સંખ્યા કાઢવી. એ સંખ્યા પૂર્વના સ્થાનના પારિભાષિક સ્પર્ધકોની સંખ્યા કરતાં અનંતભાગ કે અનંતગુણ વૃદ્ધોવામાં કોઇ અસંગતિ રહેશે નહીં. તત્વ કેવલિગ છે. પ્રશ્ન - ૩૪ - પ્રથમ અનંતગુણવૃદ્ધિના સ્થાન નીચે અનંતભાગવૃદ્ધિના સ્થાનો કેટલા આવે છે?
3૦.
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org