SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રસ વગેરેની પેટા પ્રકૃતિઓ ન હોવાથી અને ગતિ વગેરેની પેટાપ્રકૃતિઓ હોવા છતાં એક સાથે અનેક બંધાતી ન હોવાથી આ બધી પ્રવૃતિઓના ભાગે આવેલ દલિકના કોઇ પેટાવિભાગ પડતા નથી. પ્રશ્ન એટલો ઊભા થાય છે કે જેના પેટા વિભાગ પડે છે એવી વર્ણ વગેરે. જે પ્રકૃતિઓ ગણાવી છે તેમાં ઉપાંગ' નો નિર્દેશ કર્યો નથી, એટલે ઉપાંગ માટે શું સમજવું? જયારે માત્ર ઔદારિક કે વૈક્રિયશરીર બંધાતા હોય ત્યારે તો એક-એક જ ઉપાંગ બંધાતા હોવાથી કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ જયારે આહારક અને વૈક્રિય બને ઉપાંગ બંધાય છે ત્યારે શું? એ વખતે ઉપરોક્ત ૪૨ માંથી સંઘયણ, ૩ પ્રત્યેક અને સ્થાવર ૧૦આ ૧૪ સિવાયની ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. તેથી મુખ્ય ૨૮વિભાગ થઇ પછી ઉપાંગના ભાગે આવેલ દલિના બે ભાગ પડે (એટલે કે બન્નેના ભાગે લગભગ ૫૬મો ભાગ આવે) કે ઉપાંગની બે બંધાતી હોવાથી બનેને સ્વતંત્ર ગણી પહેલેથી જ મુખ્ય ૨૯ વિભાગ કરી બન્નેને એક – એક ભાગ આપવાનો (એટલે કે બનેના ભાગે લગભગ ૨૯ મો ભાગ આવી? આ બે વિકલ્પો છે. આમાં પ્રથમવિલ્પ વધુ ઉચિત લાગે છે, કારણ કે જો શરીરને ૨૮ મો ભાગ મળયા બાદ એના ૪ શરીરનામકર્મ બંધાતા હોવાથી ૪ વિભાગ પડે છે તો ઉપાંગને પણ ૨૮ મો ભાગ મળયા પછી એના બે વિભાગ પડવા જોઇએ. વળી મૂળમાં કે ચૂર્ણિમાં પ્રથમ જેસર પ્રવૃતિઓ દર્શાવી છે તેમાં ઉપાંગનો સામાન્યથી “ઉપાંગ તર્ક એક જ વાર ઉલ્લેખ છે, આહારક ઉપાંગનો એમાં સ્વતંત્ર ઉલ્લેખ છે નહીં, એટલે એમાંથી એને એક સ્વતંત્ર ભાગ મળી જાય એમ માની પણ શકાતું નથી. તેમ છતાં, ઉપાંગના ભાગે આવેલ દલિકના પણ પેટાવિભાગ પડે છે એમ મૂળકાર, ચૂર્ણિકાર કે વૃત્તિકારોએ જણાવ્યું નથી. વળી, ઉત્કૃષ્ટ પદે અલ્પબદુત્વમાં આહારક કરતાં વૈક્રિય અંગોપાંગને દ્વિગુણ ન જણાવતાં વિશેષાધિક જ જણાવેલ છે. પ્રથમવિલ્પાનુસારે આહારને લગભગ પ૬ મો ભાગ મળે છે જ્યારે વિક્રિયને તો (જ્યારે આહાનો બંધ ન હોય ત્યારે) ઉત્કૃષ્ટ પદે ૨૮ મો ભાગ મળે છે એટલે વૈક્રિયને ઉત્કૃષ્ટ પદે આહારક કરતાં દ્વિગુણ મળે છે. જો એવી કલ્પના કરીએ કે (૧) વૈક્રિયને ૨૮ મો ભાગ મળવા છતાં પ્રકૃતિ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy