________________
છે અને અનંતા ક્રોધ વગેરે ૧૬ પ્રકૃતિઓને એક-એક ભાગ મળી જાય છે. નોકવાયના ભાગે આવેલા દલિકના પાંચ ભાગ પડે છે. હાસ્ય કે શોકમાંથી જે બંધાતી પ્રકૃતિ હોય તેને એક ભાગ, રતિ કે અરતિમાંથી જે બંધાય તેને એક ભાગ, ભયને એક ભાગ, જુગુ ને એક ભાગ અને બધ્યમાન વેદને એક ભાગ મળે છે.
આમાં સર્વપ્રથમ મિથ્યાત્વમોહનીય અને ચારિત્ર મોહનીય એમ જે બે ભાગ પડ્યા તે એક સરખા નથી હોતા. કિન્તુ મિથ્યાત્વમોહનીયને મળેલો ભાગ ઘણો નાનો હોય છે, જેથી બીજા ભાગના અનેક ભાગ પેટાભાગ થઇ જવા છતાં અનંતા, લોભને મળેલ ભાગ કરતાં મિથ્યાત્વને મળેલ ભાગ માત્ર વિશેષાધિક જ હોય છે, સંખ્યાતગુણ નહીં. એટલે જ, ચૂર્ણિકારે, સર્વઘાતી દલિકના વિભાજનમાં, “અડધો ભાગદર્શનમોહનીયને અને અડધો ભાગ ચારિત્ર મોહનીયને મળે છે, એમ ન કહેતાં
એક ભાગ દર્શનમોહનીયને અને એક ભાગ ચારિત્રમોહનીયને મળે છે એમ કહ્યું છે..
મોહનીયના ભાગે જે દેશઘાતી દલિક આવે છે તેના પણ બે ભાગ પડે છે. એક કષાયમોહનીયને મળે છે, બીજો નોકષાયમહનીયને... ક્યાયમોહનીયના ૪ ભાગ પડી ૪સંજવલનને મળી જાય છે. નોકષાયમોહનીયને મળેલા ભાગના ઉપર મુજબ પાંચ ભાગ પડે છે. પ્રશ્ન - ર૯ :- નામ કર્મની પ્રદેશવહેંચણી સમજાવો. ઉત્તર – ર૯ :- ગતિ, જાતિ, શરીર, સંઘાતન, બંધન, સંસ્થાન, ઉપાંગ, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અગુરુલઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ખગતિ. ગસ-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુ:સ્વર, આદય-અનાય, યશ-અયશ,નિર્માણ અને જિનનામકર્મ. આ ૪ર માંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડે છે. અને આ જ ક્રમ લખ્યો છે એ જ ક્રમમાં બધ્યમાન પ્રકૃતિઓને ઉત્તરોત્તર અસંખ્ય ભાગ અધિક (v) દલિક પ્રકૃતિવિશેષતાના કારણે મળે છે. ત્રણ-સ્થાવર દશકમાંથી બધ્યમાન પ્રતિપક્ષી પ્રકૃતિને તુલ્ય દલિક મળે છે. ત્યારબાદ વર્ણને મળેલ દલિના પાંચ, ગંધના બે, સના પાંચ, સ્પર્શના૮, શરીરના ૩ કે ૪ (જેટલા બંધાતા હોય તેટલા), એ મુજબ સંઘાતનના પણ ૩ કે ૪, બંધનના ૭ કે ૧૧ એમ પેટા વિભાગો પડે છે. એ પ્રમાણે મૂળ અને ચૂર્ણિમાં જણાવ્યું છે.
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org