________________
મળે છે. તેમ છતાં એ અડધા કરતાં કંઇક ઓછું હોવાથી એના કરતાં સંજવલન લોભને દ્વિગુણ કરતાં કંઇક અધિક દલિક મળે છે. એટલે અલ્પબહુત્વ આ ક્રમે મળે છે. સંજવલન ક્રોધ, સંજવલનમાન, પુરુષવેદ, સંજવલન માયા અને સંજવલન લોભ.આમાં સંજવલન લોભને સંખ્યાતગુણ (સાધિક દ્વિગુણ) અને શેષને વિશેષાધિક–વિશેષાધિક જાણવું.
-
જ્ઞાના૦માં કેવલજ્ઞાના સર્વઘાતી છે. શેષ દેશઘાતી ચાર પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ ૨સબંધ મન: પર્યવ- અવધિ-શ્રુત-મતિજ્ઞાનાવરણના ક્રમે વિશેષાધિક-વિશેષાધિક છે. માટે દિલકો પણ આ ક્રમમાં ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે.
દર્શના૦માં સર્વઘાતીમાં ઉત્કૃષ્ટ રસનો ક્રમ પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા, થીણદ્ધિ અને કેવલદર્શના૦ આ રીતે છે. માટે નવના બંધે લિકો પણ આ ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે. દેશઘાતીમાં ઉત્કૃષ્ટ રસનો ક્રમ અવધિદર્શના૦ અચક્ષુ૦ અને ચક્ષુ૦ આ ક્રમે હોવાથી દલિકો પણ એ ક્રમે મળે છે.
અંતરાયકર્મમાં દાના,લાભા, ભોગા, ઉપભોગા૦ અને વીર્યાન્તરાય આ ક્રમે ઉત્કૃષ્ટ ૨સબંધ હોય છે અને તેથી એ ક્રમે ઉત્કૃષ્ટ પ્રદેશો મળે છે.
આ બધા જ કર્મો માં ઉત્કૃષ્ટ ભિન્ન રસ બંધાતો હોય ત્યારે પણ આ જ ક્રમમાં રસ બંધાતો હોવાથી એ વખતે પણ આ જ ક્રમમાં દલિકો મળે છે એ જાણવું. હંમેશ માટે રસબંધ આ જ ક્રમમાં અધિક – અધિક બંધાતો હોય છે એ જ એક કારણ બની રહે છે કે શ્રેણિમાં દેશઘાતી રસબંધનો પ્રારંભ પણ આ જ ક્રમમાં થાય છે. જેનો રસ ઓછો બંધાતો હોય તેનો રસબંધ વહેલો દેશઘાતી થઇ જાય એ સુગમ છે.
આયુષ્ય તો જયારે બંધાય ત્યારે એક જ બંધાય છે અને ચારેયના બંધકાળે ઉત્કૃષ્ટ યોગ સંભવિત છે. માટે ચારેય ને પરસ્પર તુલ્ય દલિકો મળે છે. શેષ ૩ અઘાતીકોમાં બધ્યમાન મૂળ-ઉત્તર પ્રકૃતિની સંખ્યા જ દલિકોના અલ્પબહુત્વમાં મુખ્ય ભાગ ભજવે છે.
પ્રશ્ન – ૨૮ :- મોહનીય કર્મના ભાગે આવતા સર્વઘાતી દલિકોની વહેંચણી કઇ રીતે થાય છે ?
ઉત્તર
–
૨૮ :- પ્રથમ એના બે ભાગ પડે છે, એક્ભાગ મિથ્યાત્વમોહનીયને મળે છે. બીજા ભાગના પુન: બે ભાગ પડે છે. એકભાગ ક્યાયમોહનીયને અને બીજો નોકષાયમોહનીયને મળે છે. ક્યાયમોહનીયને મળેલ ભાગના ૧૬ભાગ પડે
કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
-
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org