________________
એના ભાગનું દલિક અવશિષ્ટ માતાદિને લગભગ સરખા ભાગે મળતું હોવાથી સંજવલન ક્રોધ કરતાં સંજવલન માનને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત દલિક વિશેષાધિક હોય, પ્રશ્ન - ૨૫ :- પ્રદેશવહેંચણીમાં સર્વઘાતીને ભાગે અનંતમા ભાગના જ પુદગલા જે આવે છે એનું કારણ શું? ઉત્તર - ૨૫ :- તથાસ્વભાવે જ જેમ જેમ રસ વધતો જાય તેમ તેમ દલિકો ઓછા થતા જાય છે. ઉત્તરોત્તર સ્પર્ધકોમાં દલિક વિશેષહીન-વિશેષહીન હોય છે. વળી જઘન્ય દેશઘાતી રસસ્પદ્ધકથી લઈને ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક સુધી પહોંચતા પહોંચતા જ દલિતોના અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય છે. તેથી ત્યારબાદ ના સ્પર્ધકોને (કે જે સર્વઘાતી છે તેને માત્ર અનંતમા ભાગનું જ દલિક મળે છે. પ્રશ્ન - ૨૬ :- દર્શનાવરણીયકર્મના ભાગે આવેલ સર્વઘાતી દલિકોનો મોભાગ થીણદ્ધિને મળે છે એમ તમે ૨૪ મા પ્રશ્નમાં કેમ જણાવો છો ? કારણકે દર્શનાવરણની સર્વઘાતી પ્રકૃતિઓ ૬ હોવાથી તેમજ પ્રસ્થમાં દર્શના૦ના ભાગે આવેલ સર્વઘાતી દલિકના ૬ ભાગ પડે છે એમ જણાવેલ હોવાથી ઘણદ્ધિના ભાગે લગભગ છઠ્ઠા ભાગનું દલિક આવે છે. ઉત્તર - ૨૬ :- દેશઘાતી પ્રવૃતિઓની વ્યાખ્યા એવી નથી કે જેના માત્ર દેશઘાતી સ્પર્ધકો જ હોય તે દેશઘાતી, કિન્તુ એવી છે કે જેના દેશઘાતી સ્પર્ધકો પણ હોય તે દેશઘાતીએટલે દેશઘાતી પ્રવૃતિઓના પણ સર્વઘાતી સ્પર્ધકો હોય તો છે જ (માત્ર સગર્વમોહનીયના હોતા નથી, પણ એ બધ્યમાન પ્રકૃતિન હોવાથી કોઈ પ્રશ્ન નથી. એટલે જ ચસુદર્શના વગેરે દેશઘાતી પ્રવૃતિઓના પણ ૪ ઠાસર્વઘાતી રસનો બંધ વગેરે જણાવેલ છે.
જો બંધકાળે એક પણ સર્વઘાતી દલિક ચક્ષુદર્શના વગેરેને મળતું ન હોય તો એનો સર્વઘાતી બંધ શી રીતે કહી શકાય?અને બંધન થતો હોય તો સર્વઘાતી રસના સંક્રમ - સના-ઉદય-ઉદીરણા વગેરે પણ શી રીતે સવંત ઠરે?
માટે નિશ્ચિત થાય છે કે બંધકાળે ચક્ષુદર્શના વગેરેને પણ સર્વઘાતી દલિકો મળે તો છે જ. તેમ છતાં, ચૂર્ણિકાર વગેરેએ, દર્શના૦ને મળતા સર્વઘાતી દલિકના ૬ ભાગ થાય છેઇન્યાદિ જે કહ્યું છે તેમાં એવી વિવક્ષા લાગે છે કે દેશઘાતી પ્રકૃતિને દેશઘાતી દલિક જે મળે છે એનો માત્ર અનંતમો ભાગ જ સર્વઘાતી દલિક મળે છે, એટલે દેશઘાતી દલિકોની ઘણી જ ઘણી પ્રચુરતા હોવાથી એના સર્વાતી દલિકને નગણ્ય માનવું. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org