________________
વસ્તુસ્થિતિમાં કોઈ બે વર્ગણાઓમાં સમાન સ્નેહાણ હોય જ એવો નિર્ણય આના પરથી કરવો નહીં. પ્રશ્ન- ૧૯:- બે શરીરસ્થાન વચ્ચેનું અંતર (એટલેકે પૂર્વ સ્થાનનાચરમ સ્પર્વની ચરમવર્ગણા અને પછીના સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા વચ્ચેનું અંતર) અને (એક જ શરીરસ્થાનના) બે સ્પર્ધકો વચ્ચેનું અંતર તુલ્ય હોય છે કે હીનાધિકાર ઉત્તર - ૧૯ :- બે શરીરસ્થાન વચ્ચેનું અંતર બે સ્પર્ધકો વચ્ચેના અંતર કરતાં અનંતગુણ હોય છે. આ વાત વર્ગણાપુદ્ગલગત સ્નેહાવિભાગ સક્લસમુદાય પ્રરૂપણા પરથી નિશ્ચિત થાય છે.
ધારો કે ૧૦મા અને ૧૧મા શરીરસ્થાનની આપણે વિચારણા કરીએ છીએ.૧૦મા શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 1 કરોડ નેહાણ છે..
એક એક સ્પર્ધકમાં ૧૦-૧૦ વર્ગણાઓ છે, ૧૦ મા શરીર સાનમાં ધારો કે ૪ સ્પર્ધકો છે અને સ્પર્ધક વચ્ચેનું અંતર ૯૯૯૯૦ છે. (૧લાખ = સર્વજીવથી અનંતગુણ રકમ છે. તેથી ૧૦ મા સ્થાનના પ્રથમ સ્પર્ધકમાં, ૧કરોડ થી ૧કરોડને અસુધીની વર્ગણાઓ, બીજા સ્પર્ધકમાં ૧ કરોડ૧ લાખ થી ૧૦૧૦૦૦૦૯ સુધીની વર્ગણાઓ, ત્રીજામાં ૧ કરોડ ૨ લાખથી ૧૦૦૦૦૦૦૯ સુધીની અને છેલ્લા સ્પર્ધકમાં ૧ કરોડ ૩ લાખથી ૧૦૩૦૦૦૦૯ સ્નેહાણુ સુધીની વર્ગણાઓ છે.
હવે ધારોકે ૧૦મા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧૦૦ પુદગલો છે. તેથી તેમાં કુલ નેહાણ ૧૦૦ x ૧ કરોડ = ૧ અબજ થશે.
હવે, ૧૧મા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં આ એક અબજ કરતાં અનંતગુણ કુલ સ્નેહાણુઓ છે એમ ઉપરોક્ત પ્રરૂપણામાં જણાવેલું છે. એટલે કે ધારો કે એમાં કુલ નેહાણઓ ૫ અબજ છે. વળી પુદગલની સંખ્યા તો ઉત્તરોત્તર વર્ગણામાં ઘટતી જ જાય છે. તેથી ધારોકે એમાં૮૦૫ગલો છે. એટલે દરેક પુદ્ગલ પર ૫ અબજ : ૮૦ = ૬,૨૫,૦૦,૦૦૦ સ્નેહાણુઓ છે.
૧૦ મા શરીરસ્થાનના ચરમસ્પર્વની ચરમ વર્ગણામાં પ્રતિ પુદ્ગલ ૧,૦૩,૦૦૦૯ગ્નેહાણુઓહતા. તેથી શરીરસ્થાનનું અંતર ૬૨૫,૦૦,૦૦- ૧,૦૩,૦૦,૦૦૦ =૫,૨૧,૯૯૯૯૧ નું થશે જે સ્પર્ધકોના અંતર ૧લાખ કરતાં અનંતગુણ છે. પ્રશ્ન - ૨૦ :- નામપ્રત્યયસ્પર્ધકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એ જ સ્પર્વની વર્ગણાઓમાં કેટલા પ્રકારની વૃદ્ધિઓ મળે? કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org