________________
(૪) જીવના કાપાયિક અધ્યવસાયોથી કર્મપુદગલોમાં પેદા થતો નેહજે રસ કે અનુભાગ કહેવાય છે તેનું કાર્ય જીવને મંદ કે તીવ્ર વિપાક દેખાડવાનું હોય છે. પ્રશ્ન - ૧૭ :- ક્યા પુદગલોમાં કેટલા પ્રકારનો સ્નેહ હોય છે? ઉત્તર - ૧૭:- (a) આત્મા પર ચોટેલા કર્મ પુદગલોમાં ચારેય પ્રકારનો સ્નેહ હોય છે. (આકાશમાં રહેલા પરમાણુ વગેરે મુદ્દગલો સ્નેહ પ્રત્યાયના સ્નેહથી પરસ્પર જોડાઇને કાર્મણવર્ગણાના સ્કંધો બને છે. વ્યણુક વગેરે બધા ધો આ સ્નેહથી બને છે. તેમજ છૂટા પરમાણુઓમાં પણ આ સ્નેહ હોય છે.) પણ એ અનંતા સ્કંધો સ્વતંત્ર-અળગ અળગા રહે છે, પરસ્પર જોડાતા નથી કે આત્મપ્રદેશો સાથે એકમેક થતા નથી. જયારે જીવ એ સ્કંધોને કર્મ તરીકે ગૃહીત કરે છે ત્યારે એ જીવના બંધનનામકર્મના પ્રભાવે ઉત્પન થયેલા નામપ્રત્યયના સ્નેહથી એ જીવગૃહીત કાર્પણ સ્કંધો પરસ્પર જોડાય છે. એ જ વખતના જીવના યોગથી થયેલ પ્રયોગ પ્રત્યયના સ્નેહથી એ કંધો આત્મપ્રદેશો સાથે એકમેક થાય છે. જીવના અધ્યવસાયથી પેદા થયેલ રસના પ્રભાવે એમાં તીવ્રતા મંદતા ઉત્પન્ન થાય છે.)
(b) દારિક વગેરે શરીર પુદગલો જીવ ગૃહીત હોય ત્યાં સુધી એમાં સ્નેહ, નામ અને પ્રયોગપ્રત્યયનો એમ ૩ પ્રકારનો સ્નેહ હોય છે. એમ, વીતરાગજીવો જે ઇર્યાપથિક કર્મબંધ કરે છે તે પુદગલોમાં પણ આ ૩ પ્રકારનો સ્નેહ હોય છે.
(c) જીવે છોડી દીધેલા મૃતફ્લેવરના પુદગલો જ્યાંસુધી શરીર કે તેના હાડકાં વગેરે અવયવોના રૂપમાં રહે છે, સર્વથા વીખરાય જતા નથી, ત્યાં સુધી એમાં સ્નેહ પ્રત્યય અને નામપ્રત્યયનો સ્નેહ હોય છે.
() આકાશમાં રહેલ વર્ગણાગત પુદગલોમાં માત્ર સ્નેહ પ્રત્યય સ્પર્ધક સંબંધી સ્નેહ હોય છે. મૃતદેહ કે તેના અવયવો સર્વથા વીખરાઇ ગયા પછી એ સ્કંધો પોત પોતાની વર્ગણાઓમાં જ ભળી જાય છે. એટલે એમાં પણ માત્ર સ્નેહપ્રત્યયસ્પર્ફક સંબંધી જ સ્નેહ રહ્યો હોય છે. પ્રશ્ન-૮ :- સ્નેહ પ્રત્યયસ્પર્ધકની પૂર્વ-પૂર્વ વર્ગણામાં રહેલ કુલ સ્નેહાણુ કરતાં ઉત્તર-ઉત્તરની વર્ગણામાં રહેલ કુલ સ્નેહાણ અધિક હોય કે ઓછા? ક્યાં સુધી? ઉત્તર – ૧૮:- પ્રથમવર્ગણામાં જેટલા પુદગલો છે એટલા કુલ સ્નેહાણુ છે. બીજી વર્ગણામાં એના કરતાં અસંખ્ય બહુ ભાગ પુદ્ગલો છે, એક અસંખ્યમા ભાગ જેટલા પુદ્ગલો ઓછા થયા છે. દરેક પુદગલોમાં બળે સ્નેહાણુ છે. માટે કુલ નેહાણ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org