________________
અસંખ્ય
લેવો કે જેથી એ ગુણક અદ્ધા પલ્યોપમના અસંખ્યમા ભાગરૂપ જ બની જાય, પણ અસંખ્ય કાળચકરૂપ ન બને.
વળી સૂક્ષ્મજીવના જઘન્ય યોગ કરતાં તેનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણો હોવા છતાં, અને સામાન્યથી યોગમાં ગુણકો ક્ષેત્રપલ્યોપમના અસંખ્યમા ભાગરૂપ હોવા છતાં, વર્ગણાપ્રરૂપણામાં સૂક્ષ્મનિગોદાવર્ગણાના જઘન્ય કરતાં તેની ઉત્કૃષ્ટ વર્ગણાના ગુણક તરીકે આવલિકાનો અસંખ્યમો ભાગ હી તેમાં કારણ તરીકે આ વાત કહી છે કે “આમાં કારણ એ છે કે સૂક્ષ્મ નિગોદ જીવોના જઘન્ય યોગસ્થાન કરતાં ઉત્કૃષ્ટ યોગસ્થાન આવલિકાના અસંખ્યમા ભાગ રૂપ અસંખ્ય ગણું જ હોય છે, અધિક નહિ.” (કર્મપ્રકૃતિવૃત્તિ – શ્લો. ૧૮ - ૨૦). (આમ જેમ અહીં ટીકાકારે ક્ષેત્ર પલ્યોપમ અગખનો ઉલ્લેખ હોવા છતાં એને જેટલો નાનો લેવાનો કહ્યો
. અબ્રા પલ્યોપમ છે તેમ પ્રસ્તુતમાં તેને - અસંખ્ય
* જેટલો નાનો પણ લઈ શકાય છે.)
જ પખંડાગમમાં તો મૂળમાં સૂક્ષ્મ નિગોદવર્ગણાના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક અદ્ધા પલ્યોપમનો અસંખ્યમો ભાગ જ કહ્યો છે. પ્રશ્ન - ૧૬ :- ક્યા સ્નેહનું શું કાર્ય છે? ઉત્તર - ૧૬ :- પુદ્ગલોમાં ચાર પ્રકારનો સ્નેહ પેદા થાય છે અને એ ચારેય નું પોતપોતાનું કાર્ય હોય છે.
(૧) વિસસા પરિણામથી પુદગલમાં જે સ્નેહ પેદા થાય છે તે સ્નેહ પ્રત્યય સ્પર્ધક સંબંધી હોય છે. આ સ્નેહથી પરમાણુઓ પરસ્પર જોડાઈને સ્કંધો બને છે.
(૨) બંધનનામકર્મના ઉદયથી શરીરપુશલોમાં જે સ્નેહ પેદા થાય છે તે નામપ્રત્યય સ્પર્ધક સંબંધી હોય છે. આ સ્નેહથી ઔદારિક વગેરે શરીર રૂપે ગૃઘમાણ સ્કંધોનો અન્યગુઘમાણ સ્કંધો અને પૂર્વગૃહીત ક્યો સાથે એકમેક સંબંધ થાય છે.
(૩) જીવના પ્રયોગ (યોગ - વીર્ય) થી પેદા થતો સ્નેહ, જે પ્રયોગપ્રત્યય સ્પર્ધક સંબંધી હોય છે તેનું કાર્ય ગૃહીત પુલોને આત્મ પ્રદેશો સાથે એકમેક જેવા કરવાનું હોય છે.
પુલો માટે પુદ્ગલો એ સજાતીય દ્રવ્ય છે જયારે આત્મપ્રદેશો એ વિજાતીય દ્રવ્ય છે. એટલે વિજાતીય દ્રવ્ય સાથે એકમેકજેવો સંબંધ કરવા માટે વધુ સ્નેહની જરૂર હોવી લ્પી શકાય છે.
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org