________________
જીવને કહ્યો નથી. આના પરથી જણાય છે કે પંચેન્દ્રિયના યોગથી એક સમયમાં ગૃહીત કરેલું દલિકાપિતકર્માશ સૂમનિગોદીયાજીવને સત્તામાં રહેલા દલિક કરતાં અલ્પ હોય છે. વળી સૂક્ષ્મજીવને સત્તામાં રહેલું દલિકસ્વયોગથી સમયમાં ગૃહીત કરેલા દલિકથી કેટલું હોય? એ વિચારીએ તો જણાય છે કે (૧) સ્કૂલર્દષ્ટિએ જોઈએ તો વધુમાં વધુ કોડા કોડી સાગરોપમના સમયથી ગુણીએ એટલું હોય (૨) સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો પલ્યોપમના અસંખ્યમા ભાગના સમય જેટલા ગણું હોય. આમાં કારણ એ છે કે અદ્ધા પલ્યોપમ = a માં અસંખ્યદ્વિગુણહાનિ સ્થાનો આવી જાય. તેથી કોઇપણ સમયે બંધાયેલું દલિક અદ્ધા પલ્યોપમઃ ૩ થી ઉપરના નિકોમાં તો માત્ર અસંખ્યમા ભાગ જેટલું જ હોય છે. શેષ અસંખ્ય બહુ ભાગ દલિક નીચેના નિકોમાં જ પડ્યું હોય છે. અને એ તો એટલો કાળ પસાર થઇ જાય પછી લગભગ ખપી ગયું હોય છે. અને પછીના કાળમાં અસંખ્યમા ભાગનું જ રહ્યું હોય છે. તેથી કોઇ પણ કાળે સામાન્યથી જીવ પર રહેલું દલિક મુખ્યતયા છેલ્લા અદ્ધા પલ્યોપમ = 2 જેટલા કાળમાં બંધાયેલું દલિક જ હોય છે, બાકીનું તો એક બહુ જ નાના અસંખ્યમા ભાગ જેટલું હોય છે. આને જ બીજી રીતે કહીએ તો સત્તાગત દલિક કરતાં અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું દલિક એક સમયમાં ગૃહીત થાય.વળી સૂક્ષ્મના સત્તાગત દલિક કરતાં સંજ્ઞી પંચેન્દ્રિયનું એકસમયગૃહીત દલિક તો ઓછું છે જ. તેથી જણાય છે કે સૂક્ષ્મ એકેન્દ્રિય ના એકસામયિક દલિક કરતાં સંક્ષીપંચેન્દ્રિયનું એક્સામયિક દલિક જે અસંખ્ય ગુણ હોય છે તેમાં ગુણક અદ્ધા પલ્યોપમના અસંખ્યમા ભાગ રૂપે અસંખ્ય છે. એ ગુણક જો સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યમા ભાગરૂપ અસંખ્ય હોત તો પંચેન્દ્રિય એક્સમય ગૃહીત દલિક સૂક્ષ્મ એકેન્દ્રિયે એકસમય ગૃહીત દલિક કરતાં અસંખ્ય કાળચક્રગણું હોવાથી તેની કુલસત્તા કરતાં પણ અસંખ્ય કાળચક ગણું થાય. અને તે પછી જઘન્ય પ્રદેશ સંક્રમસ્વામીની અને જઘન્ય પ્રદેશસત્તા સ્વામીની પ્રરૂપણામાં સંજ્ઞી પંચેન્દ્રિયનું ઉક્ત ચરમસમયબદ્ધ દલિકન કહેતાં સૂક્ષ્મ નિગોદિયાજીવને જ સ્વામી કહો હોત. પણ સ્વામી તો સંજ્ઞી પંચેન્દ્રિયને જ કહ્યો છે. તેથી જણાય છે કે યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોવા છતાં પ્રદેશનો ગુણક તો અલ્લા પલ્યોપમનો અસંખ્યમો ભાગ જ હોય છે. તેથી જયાં કયાંય પણ એનો સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યમા ભાગરૂપે ઉલ્લેખ હોય ત્યાં પણ એ અસંખ્યમો ભાગ એવો કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org