________________
તેમ છતાં, સાક્ષાત કે પરંપરાએ યોગના ગુણક સાથે વર્ગણાના ગુણને સાંકળી લેવો હોય તો, સૂમ નિગોદવર્ગણા માટે કહેલા આવલિકda જેટલા ગુણની સંગતિ આ રીતે કરી શકાય કે, સૂમ નિગોદ જીવોના જઘન્ય યોગ સ્થાનથી ઉત્થર યોગસ્થાનનો જે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલો ગુણક કહ્યો છે તે ગુણકમાં ભાજક તરીકે જે અસંખ્ય છે તે એટલું મોટું હોય કે જેથી ભાગાકાર (જવાબ) આવલિકાના અસંખ્યમા ભાગ જેટલો આવી જાય. આવલિકાનો અસંખ્યમો ભાગ પણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ જ છે, અનંતમો કે સંખ્યાતમો ભાગ નથી. પ્રશ્ન - ૧૩ :- વર્ગણાઓ અંગેનો મતાંતર જણાવો. ઉત્તર -૧૩:- કર્મપ્રકૃતિ મૂળકાર અને ચૂર્ણિકારના મતે તથા તત્વાર્થ, પન્નવણાના મતે ઔદારિક, વૈક્રિય અને આહારક વર્ગણાઓ વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓનથી. અને તેથી ત્રણેય નિરંતર હોવાથી એનો એક “આહારવર્ગણા' તરીકે ઉલ્લેખ કર્યો છે. (આ વર્ગણાઓને “આહારવર્ગણા' એટલા માટે કહેવાય છે કે જીવે જયારે આ પુદગલોને લેતો હોય છે ત્યારે એ આહારી કહેવાય છે અને એ સિવાય “અણાહારી કહેવાય છે.) જયારે પંચસંગ્રહ વગેરેના મતે ત્રણેયની વચમાં અગ્રાહ્ય વર્ગણાઓ છે. અને તેથી ત્રણેય વર્ગણાઓ સ્વતંત્ર બની જાય છે. વળી એમાં અગ્રાહ્ય વર્ગણાઓમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અનંતગુણ હોવાથી, પ્રદેશોની અપેક્ષાએ ઔદારિક સ્કંધ કરતાં ક્રિયસ્કંધમાં અનંતગુણ અને એના કરતાં આહારકના સ્કંધમાં અનંતગુણ પરમાણુઓ હોય છે.
જયારે કર્મપ્રકૃતિ- ચૂર્ણિકાર મતે, વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓ ન હોવાથી આહાર દ્રવ્યવર્ગણાના જઘન્ય સ્કંધ કરતાં ઉત્કૃષ્ટમાં અનંતભાગ અધિક પરમાણુ પ્રદેશો જ હોય છે.
પ્રદેશાર્થતયા અલ્પબદુત્વ ચૂર્ણિકારે જે આપ્યું છે તેમાં ઔદારિક શરીરદ્રવ્યવર્ગણા કરતાં વૈક્રિયશરીરદ્રવ્યવણા અને એના કરતાં આહારકશરીર દ્રવ્યવર્ગણાને અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ કહેલ છે, તેનો અભિપ્રાય એ છે કે
ઔદારિકની વર્ગણાઓ કરતાં વૈક્રિયની વર્ગણાઓ અને તેના કરતાં આહારની વર્ગણાઓ અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ છે.
વળી કર્મ પ્રકૃતિ સૂત્રકાર અને તેને અનુસરીને ચૂર્ણિકારે શ્વાસોશ્વાસણા કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org