________________
હોવાથી યોગના ગુણકને વર્ગણાના ગુણક સાથે સાંકળી લેવો એ યોગ્ય લાગતુંનથી. હા,જો એવું હોય કે સૂક્ષ્મ નિગોદજીવોને સત્તાગત શરીરનામકર્મના પુદ્ગલોને આશ્રીને, જીવના યોગને અનુસરીને ઓછી વત્તી વર્ગણાઓ ચોટે છે તો યોગને સાંકળવાનો વિચાર કરી શકાય. જોકે તો પણ યોગાનુસારે, ચોટતા ધોની સંખ્યા ઓછી વત્તી થાય, ચોટતા પ્રત્યેક સ્કંધમાં રહેલા પરમાણુની સંખ્યા નહીં. જયારે વર્ગણામાં જે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ નો ગુણક આવલિકા/ઢ કહેલ છે તે, સૂક્ષ્મનિગોદ પ્રથમ વર્ગણાના એક- એક સ્કંધમા જેટલા પરમાણુપ્રદેશો રહેલા હોય તેના કરતાં તેની ઉત્કૃષ્ટ વર્ગણાના એક - એક સ્કંધમાં રહેલા પરમાણુ પ્રદેશો કેટલા ગુણા હોય છે તેને જણાવનાર છે.
આ જ રીતે પ્રત્યેકશરીરી અને બાદરનિગોઠવર્ગણા માટેનાજે ગુણકો આપ્યા છે તેની સાથે પણ તેઓના યોગના ગુણને સાંળવાનું યોગ્ય લાગતું નથી. પ્રત્યેકશરીરીજીવોના અને બાદનિગોદના જઘન્ય યોગથી તે તેના ઉત્કૃષ્ટ યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ છે અને આ વર્ગણાઓમાં પણ એટલો જ ગુણક છે એ એક યોગાનુંયોગ જ લાગે છે, બાકી યોગનો ગુણક આટલો છે માટે વર્ગણાઓનો ગુણક આટલો છે એવું માનવું યુક્તિસંગત ભાસતું નથી. એ તો જેમ પ્રથમ ધ્રુવશૂન્યમાં તથાલોક્બભાવે જ ગુણક સર્વજીવથી અનંતગુણ છે, દ્વિતીયવશૂન્યમાં તે અસંખ્ય લોકપ્રમાણ છે તેમ આ વર્તણાઓમાંપણ તથાલોક્બભાવેજ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનોઅસંખ્યમો ભાગ છે એમ માનવું ઉચિત લાગે છે. એ રીતે સૂક્ષ્મ નિગોઠવર્ગણાઓમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક તથાલોક્વભાવે જ આવલિકા/aછે. અને તેથી એના યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોય તો પણ કોઇ અસંગતિ જેવું નથી.
વળી ચૂર્ણિકાર મહર્ષિએ, સત્તાગત શરીરનામકર્મ પ્રદેશોના જઘન્ય કરતાં એના ઉત્કૃષ્ટનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલો હોવાથી વર્ગણાનો ગુણક એટલો હોવો કહ્યો છે. આ સત્તાગત પ્રદેશો કંઇ વિવક્ષિત સમયના યોગાનુસારે જઘન્ય કે ઉત્કૃષ્ટ હોતા નથી. વૃત્તિકાર મહાત્માઓએ યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોવાથી વર્ગણાનો ગુણક એટલો કહ્યો છે. એટલે વસ્તુસ્થિતિ તો સંશોધનનો વિષય જ બની રહે છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
બંધનકરણ
www.jainelibrary.org