________________
તેનાથી ઉપરના શેષ અસામયિક સ્થાનો, ઉપરના સપ્તસામયિક સ્થાનો, ઉપરના છ સામયિક સ્થાનો, ઉપરના પાંચ સામયિક સ્થાનો અને ઉપરના, શરુઆતના ચતુ: સામયિક યોગ સ્થાનો... આ બધાં યોગસ્થાનો અસંખ્ય ભાગવૃદ્ધિવાળા હોય છે. પછીના ચતુ: સામયિક યોગસ્થાનો (આ ઉપરનું દ્વિગુણવૃદ્ધિનું સ્થાન આવ્યું ત્યાં સુધીના) સંખ્યાતભાગવૃદ્ધિવાળા હોય છે. માટે, પૂર્વના એ અષ્ટસામયિક યોગસ્થાન પછી સંખ્યાત ભાગ વૃદ્ધ યોગ સ્થાન તરીકે એ જીવને ઉપરના આ ચતુ: સામયિક યોગ સ્થાનોમાંનું જ કોઇ એક યોગસ્થાન પકડવું પડે છે. અને એના પર તો એ વધુમાં વધુ ચાર સમય જ રહી શકે છે. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અવસ્થિત કર્મબંધ આ મત મુજબ પૂર્વના ૭ સમય + આ ૪ સમય = ૧૧ સમય સુધી મળે છે.
પણ, પ્રથમ અભિપ્રાય મુજબ આ કાળ ૧૫ સમય પણ મળે છે, કેમકે એ મત મુજબ દ્વિગુણવૃદ્ધિના આંતરાના સ્થાનો ઉત્તરોત્તર બમણાં બમણાં કરવાના ન હોવાથી અસામયિક યોગ સ્થાનોમાં પણ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો હોવા સંભવે છે. અને તેથી પૂર્વવિવલિત અષ્ટસામયિક યોગસ્થાનની અપેક્ષાએ આ અસામયિક યોગ સ્થાનમાંના જ કેટલાક યોગ સ્થાનકો સંખ્યાતભાગવૃદ્ધિવાળા હોવા પણ સંભવે છે. એના પર જીવ આઠ સમય સુધી પણ રહી શક્યો હોવાથી પૂર્વના ૭. સમયો આ૮ સમય કુલ ૧૫ સમય સુધી જ્ઞાનાવરણીયાદિનો અવસ્થિતપ્રદેશબંધ મળી શકે છે. પ્રશ્ન - ૧૨ :- સૂક્ષ્મ નિગોદવર્ગણામાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ નો ગુણક આવલિકા : a કહેલ છે જયારે આના જઘન્યયોગ કરતાં ઉત્કૃષ્ટ યોગનો ગુણકસૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ કહેલ છે, એટલે આમાં સમજવું શું? ઉત્તર - ૧૨ - સૂક્ષ્મ અને સાધારણ નામકર્મના ઉદયવાળા-સૂક્ષ્મનિગોદીયા જીવોને સત્તામાં રહેલ શરીરનામકર્મના પુલોને વિસસાપરિણામથી આશ્રય કરીને રહેલી વર્ગણાઓ સૂક્ષ્મનિગોદાવર્ગણાઓ કહેવાય છે.
આ વ્યાખ્યા પરથી જાણી શકાય છે કે આ વર્ગણાઓને સત્તાગત શરીરનામ કર્મના પુદ્ગલો સાથે સંબંધ છે. આ સરાગત દલિકો તો જઘન્ય યોગીને પણ ઉત્કૃષ્ટ જેવા અને ઉત્કૃષ્ટ યોગીને પણ જઘન્ય જેવા સંભવી શકે છે. એટલે યોગ જઘન્ય હોય તો ઓછી વર્ગણાઓ ચોંટે અને ઉત્કૃષ્ટ હોય તો અધિક ચોટે એવું કહી શકાતું ન કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org