________________
મુજબ જ્ઞાનાવરણીયાદિનો અવસ્થિત પ્રદેશબંધ ૧૫ સમય સુધી મળી શકે છે, જયારે બીજા અભિપ્રાય મુજબ એ ૧૧ સમય સુધી મળી શકે છે.
પહેલાં, બીજા અભિપ્રાય મુજબ વિચારીએ -
ઉત્તરોત્તર દ્વિગુણવૃદ્ધિના સ્થાનોમાં વચમાં વચમાંના આંતરાના યોગસ્થાનો લગભગ બમણાં બમણાં હોય છે. (અસલ્પનાથી પ્રથમ દ્વિગુણવૃદ્ધ સ્થાન આવતાં સુધીમાં આંતરાના ધારોકે ચાર યોગસ્થાનો છે, તો દ્વિતીય દ્વિગુણવૃસ્થાન આવતાં બીજા૮ યોગસ્થાનો પસાર કરવા પડશે. એમ તૃતીય માટે ૧૬, ચતુર્થ માટે ૩ર... ઇત્યાદિ) આના પરથી એ ખબર પડે છે કે કોઇપણ સ્થળે છેલ્લું દ્વિગુણવૃદ્ધ સ્થાન આવવા માટે આંતરામાં જેટલા યોગસ્થાના પસાર થયા હોય એના કરતાં, એ યોગસ્થાનોની પૂર્વના બધાં યોગસ્થાનો ભેગા મળીને પણ કંઇક ઓછાં હોય છે. એટલે કે દ્વિચરમ દ્વિગુણવૃદ્ધિવાળું સ્થાન આવ્યા બાદ ચરમ દ્વિગુણવૃદ્ધિવાળું સ્થાન આવે તે આંતરામાં જ, એ ચરમ દ્વિગુણવૃદ્ધયોગસ્થાન સુધીના સર્વયોગસ્થાનોનાં લગભગ અડધાં યોગસ્થાનો હોય છે. એટલે ચતુ: સામયિક યોગસ્થાનોમાં જે દ્વિચરમ દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન હોય ત્યાંથી એ જ યોગસ્થાનોમાં જ ચરમ દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન હોય તે બેના આંતરામાં ચતુ: સામયિક યોગસ્થાનોનાં લગભગ અડધાં યોગસ્થાનો આવી જાય છે. તેમજ, હવે એના કરતાં પણ ડબલ (એટલે કે ચતુ: સ્થાનના જેટલા કુલ યોગસ્થાનો હોય, લગભગ એટલા) યોગસ્થાનો પસાર થયા પછી જ આગળનું દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન આવશે.
હવે, ચતુ: સામયિક યોગસ્થાન પછી જે ઉત્તરોત્તર પાંચ સામયિક, છ સામયિક વગેરે યોગસ્થાનો આવેછેતેતો પૂર્વપૂર્વના યોગસ્થાનો કરતાં અસંખ્યાતમા ભાગના જ હોય છે. માટે, ક્રમશ: ૫, ૬, ૭, ૮, ૭, ૬ અને ૫ સમય અવસ્થાનવાળાં બધાં યોગસ્થાનો મળીને પણ ચતુ: સામયિક યોગસ્થાનો જેટલાં તો નથી જ, પણ તેનાં અસંખ્યમા ભાગે જ હોય છે. માટે આમાંનું કોઇ યોગસ્થાન દ્વિગુણવૃદ્ધયોગસ્થાનરૂપ હોતું નથી. એટલે કે નીચેના ચતુ: સામયિક યોગસ્થાનના ચરમ દ્વિગુણવૃદ્ધ સ્થાન પછી નવું દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન ઉપરના ચતુ: સામયિક યોગસ્થાનોના પણ ઘણાં યોગસ્થાનો પસાર થઇ ગયા પછી આવે છે. આના પરથી એ પણ જણાય છે કે અષ્ટસામયિક જે યોગસ્થાન પર આઠ સમય રહીને જીવે જ્ઞાનાવરણીયાદિનો ૭ સમય માટે અવસ્થિત પ્રદેશબંધ કર્યો છે તેની અપેક્ષાએ,
બંધનકરણ
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org