________________
યોગને છેલ્લે જે જણાવ્યા છે તે ઉત્તરોત્તર અસંખ્યગુણ – અસંખ્ય ગુણ છે કે ચારેયનો ઉત્કૃષ્ટ યોગ પરસ્પર તુલ્ય છે? ઉત્તર - ૧૦ :- ચારેયનો ઉત્કૃષ્ટ યોગ પરસ્પર તુલ્ય છે. જો ઉત્તરોત્તર અસંખ્ય - અસંખ્ય ગુણ હોત તો મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ બધા જીવભેદોમાં સર્વોટ થવાથી મિથ્યાત્વમોહનીય વગેરે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માત્ર મિથ્યાત્વી ઉક્ટ યોગી મનુષ્યોને જ કહેત. પણ એમ ન કહેતાં ચારેય ગતિના સંશી પર્યાપ્ત પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગીને તે કહેલ છે. માટે જણાય છે કે ચારેય ગતિમાં ઉત્કૃષ્ટ યોગ પરસ્પર તુલ્ય હોય છે. પ્રશ્ન - ૧૧ :- અવસ્થિત યોગ સ્થાન પર જીવ વધુમાં વધુ આઠ સમય રહી શકે છે. અને તેથી ગૃઘમાણદલિક પણ એક સરખું હોવું આઠ સમય સુધી મળી શકે છે. તો જ્ઞાનાવરણાદિ સાત કર્મોનો અવસ્થિત પ્રદેશબંધ કેટલો કાળ મળે ? ઉત્તર - ૧૧ - સપ્તવિધબંધક જીવ વિવતિયોગ સ્થાન પર જયારે આઠ સમય સુધી અવસ્થાન કરે છે ત્યારે પ્રથમ સમયે જે દલિક ગ્રહણ કરે છે તે અવશ્ય ભૂયસ્કાર કે અલ્પતરબંધ રૂપ હોય છે, કેમકે પૂર્વસમયે વર્તમાનકાલીન યોગ સ્થાન કરતાં અવશ્ય જુદું યોગસ્થાન હોવાથી બધ્યમાન દલિક પણ અવશ્ય ઓછું થતું હોય છે. પછીના સાત સમયોએ અવસ્થિતપ્રદેશબંધ મળે છે. એ પછી યોગસ્થાનનું અવશ્ય પરાવર્તન થાય જ છે. તેમ છતાં, જ્ઞાનાવરણીયાદિ એક એક મૂળપ્રકૃતિનો અવસ્થિતપ્રદેશબંધ મળવો હજુ પણ સંભવે છે. તે આ રીતે - પછીના સમયે આયુષ્યનો બંધ પણ શરુ કરે. અને સંખ્યાતભાગવૃદ્ધિવાળા એવા યોગ સ્થાન પર જાય કે જેથી આયુષ્યને જેટલાં દલિકો મળવાના હોય તેટલાં જ વધુ દલિકોનું ગ્રહણ થાય. તેથી શેષ જ્ઞાનાવરણીયાદિ કર્મોને પૂર્વસમય જેટલા જ દલિકો મળવાથી અવસ્થિત પ્રદેશબંધ હજુ પણ ચાલુ જ રહે છે. એ કેટલા સમય સુધી હજુ ચાલુ રહે તે હવે વિચારીએ
આગળ પાંચમા પ્રશ્નમાં વિચારી ગયા કે ઉત્તરોત્તર દ્વિગુણવૃદ્ધિના સ્થાનો કઈ રીતે આવે એમાં બે વિલ્પો મળે છે- (૧) આંતરાના સ્થાનોની સંખ્યા સ્થિર હોય અને ઉત્તરોત્તર યોગ સ્થાનોમાં થતી સ્પર્ધકોની વૃદ્ધિ વધતી જતી હોય. અથવા (૨) આંતરાના સ્થાનોની સંખ્યા લગભગ બમણી બમણી થતી જાય અને પ્રતિયોગસ્થાન વધતા સ્પર્ધકોની સંખ્યા સ્થિર હોય, આમાંના પ્રથમ અભિપ્રાય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org