________________
બહુભાગ મળે છે, જ્યારે અન્ય બધ્યમાન સર્વઘાતી પ્રકૃતિને એક અનંતમો ભાગ જ મળે છે, તેમ જો, સર્વઘાતીનું સંક્રમનું દલિક સર્વઘાતી પતમ્રહને માત્ર અનંતમો ભાગ જ મળતું હોય તો કેવલદર્શનાને મળતાં દલિક કરતાં ગુણશ્રેણિથી નિર્જરતું દલિક જ અધિક હોવું સંભવિત હોવાથી ગ્રન્થોક્ત પરૂપણા સંગત રહે છે. પ્રશ્ન-૫૧ સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ ક્યા કષાયોદયે શ્રેણિ માંડનાર ને હોય ?
ઉત્તર-૫૧ સંજ્વલન માનાદિના ઉદયે શ્રેણિમાંડનારને હોય. જો સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ માંડી હોય તો એની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થવાથી ગુણશ્રેણિ દ્વારા વધુ દલિક ખપી જવાના કારણે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળે નહીં. આ જ પ્રમાણે સંજવલન માન-માયા માટે માયા- લોભના ઉદયે શ્રેણિ જાણવી. પ્રશ્ન-પર પુ૦ વેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ માટે કયા વેદોદયા શ્રેણિવાળો જીવ
લેવો?
ઉત્તર- પર હાસ્યાદિ ૬આનુપૂર્વી સંક્રમથી પુ. વેદમાં સંક્રમે છે અને નથી સંક્રમતા એવા બે મત છે એ પૂર્વે જોઇ ગયા.. જો સંક્રમે છે, એવો મત લઇએ તો પુ.વેદોદયાઢ જીવ લેવો યોગ્ય લાગે છે, કારણ કે એને પુ. વેદનો બંધ દીર્ઘકાળ સુધી ચાલવાથી હાસ્યાદિ ૬ નું વધારે દલિક ગુણસંક્રમથી મળી શકે. આનુપૂર્વી સંક્રમ ચાલુ થયા બાદ હાસ્યાદિ ૬ પુ. વેદમાં નથી સંક્રમતા, કિન્તુ સંજ્વલન ક્રોધમાં જ સંક્રમે છે એવો જો મત લઇ એ તો અન્યવેદોદયાઢ જીવ લેજો. કારણ કે પુ. વેદોદયાજીવને પણ સ્ત્રીવેદનો સર્વસંક્રમ થયા બાદ પુ . વેદમાં કોઇ પ્રકૃતિ સંક્રમતી ન હોવાથી સંક્રમદ્ગારા તો પુ. વેદ પુષ્ટ થશે નહી. હા, હજુ અંતર્મુહૂર્ત કાળ સુધી પુ. વેદનો બંધ ચાલુ હોવાથી એ બંધથી પુષ્ટ થશે. પણ સાથે, પુ. વેદની પ્રથમસ્થિતિ પણ હજુ અંતર્મુહૂર્ત સુધી લંબાયેલી હોવાથી અને એ પ્રથમસ્થિતિમાં ગુણશ્રેણિરચના હોવાથી અસંખ્ય ગુણ દલિક નિર્જરી જશે. યાદ રાખવું જોઇએ કે બંધથી પ્રાપ્ત દલિક કરતાં ગુણશ્રેણિથી નિર્જરતું દલિક અસંખ્યગુણ હોય છે અને એના કરતાંપણ ગુણસંક્રમથી પ્રાપ્ત થતું દલિક અસંખ્યગુણ હોય છે (જો પ્રાપ્ત થતું હોય તો). અન્યવેદોદયારૢ જીવને તો સ્ત્રીવેદ સંક્રમી જાય ત્યાં સુધી જ વેદની પ્રથમસ્થિતિ હોવાથી ત્યાર બાદ ગુણશ્રેણિ નિર્જરાથી દલિાનિ થતી નથી. માટે આ મતે અન્યવેદોદયારૢ જીવને પુ. વેદની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા અને ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ મળે
સંક્રમકરણ
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org