________________
બંધાવલિકાના ચરમસમયે ઉચ્ચનો ઉત્કૃષ્ટ પ્રદેશસેકમ નથી કહ્યો, કિન્તુ હવે ક્ષપકશ્રેણિ માંડી શીઘ્ર સિદ્ધ થવાનો હોય અને એ માટે પાછો ઉપર ચડવા માંડે ત્યારે ૧લે ગુણઠાણે નીચનો જે ચરમબંધ કરે એના ચરમસમયે ઉત્કૃષ્ટપ્રદેશસંકમ કહ્યો છે. ૧ લે આવીને પ્રથમવાર નીચના બંધના બંધાવલિકાના અંત્યસમયે જે પ્રદેશસત્તા ઉચ્ચની હોય એના કરતાં આ ચરમ બંધના ચરમસમયે એ સત્તા ઓછી હોવા છતાં એનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જણાવ્યો છે એનાથી જણાય છે કે શીઘ્રસિદ્ધ થનારના કર્મબંધો શિથિલ થવા માંડયા હોય છે અને તેથી એનો વધુ પ્રદેશસંક્રમ મળે છે. આ પ્રમાણે શ્રીમુનિચન્દ મહારાજે ટીપ્પણમાં ખુલાસો કર્યો છે. એટલે આ પણ પ્રશ્ન રહે છે કે શાતા માટે પણ ૪વાર ઉપશમણિ મંડાવી, પછી શીવ્ર સિદ્ધ થનારને છેકે અશાતાના ચરમબંધના ચરમસમયે શાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહ્યો? એમ ૪ દર્શનાવરણની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા અને ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ અનુક્રમે ગુણિતકર્માશને ૭ મી નરના ચરમસમયે અને ત્યારબાદ પંચેન્દ્રિય તિર્યંચ ભવની પ્રથમાવલિકાના ચરમસમયે કહેલ છે. આમાં પણ જવાર ઉપશમશ્રેણિમાંડી શીવ્ર ક્ષપક થનારને ઉલ્ટપ્રદેશસતા અને સંક્રમ કેમ ન કહ્યા તે ખ્યાલમાં આવતું નથી. કારણકે તર્કથી વિચારીએ તો. ૪ વાર ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં નિદાદિકનું ગુણસંકમથી અને થીણદ્વિત્રિકનું ગુણસંક્રમથી તેમજ ક્ષપકશ્રેણિમાં સર્વસંકમથી પ્રચુર દલિક બધ્યમાન આ ૪ દર્શનાવરણને મળ્યું હોય છે. કદાચ એમ કહી શકાય કે આ પાંચેય નિદ્રા સર્વઘાતી હોવાથી એનું કુલ દલિક પણ ચક્ષુદર્શના વગેરે કરતાં અનંતમા ભાગે જ હોવાથી આવનારું દલિત અનંતભાગનું આવે જ્યારે વાર ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિની ગુણશ્રેણિથી નિર્જરી જનાર દલિક એના કરતાં અનંતગુણ હોય, માટે આ પ્રમાણે કહ્યું નથી. તો પણ કેવલદર્શના તો સર્વઘાતી હોવાથી એને તો ગુણસંક્રમાદિથી મળનાર દલિક જ ગુણશ્રેણિથી ખપી જનાર દલિક કરતાં અધિક હોવું જોઈએ, અને તેથી આ રીતે ક્ષપક થનારને એનો ઉત્કૃષ્ટ પ્રદેશસકમ મળવો તર્ક થી ભાસે છે. આ બધી તર્કથી થયેલી વિચારણા જાણવી. બાકી અતીન્દ્રિય તત્વો એવા હોય છે કે આપણા પૂલતર્ક કયારેક એમાં કામ લાગતા હોતા નથી. જેમકે, જેમ પ્રદેશ વહેચણીમાં બંધવિચ્છેદ બાદ સર્વઘાતી પ્રકૃતિનું દલિક, દેશઘાતી પ્રવૃતિઓને અનંત કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org