________________
ચારવાર ઉપશમણિ માંડવાથી એ પોતે ૮ કલાય વગેરેના ગુણસંક્રમ દ્વારા પુષ્ટ થયેલું હોય છે, જેથી પોતાના ચરમસંક્રમે એનો કટપ્રદેશસંક્રમ મળી શકે છે. જો સંજવલન માયાનો સર્વસંક્રમ થયા બાદ સંવલન લોભનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ મળવાનો હોત તો જરૂર, સંજવલન ત્રિકની જેમ સંજવલન લોભ માટે પણ ઉપશમશ્રેણિનો નિષેધ કરત. હા, સંજવલન લોભની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા માટે એવું છે જ કે સંજવલન માયાનો સર્વસંક્રમ થયે એની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા થાય છે. એટલે ઉત્કૃષ્ટપ્રદેશસત્તાના અધિકાર માટે ઉપશમણિનો નિષેધ કર્યો જ છે. વળી આ સંજવલન લોભના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ અધિકારમાં ૪ વાર ઉપશમશ્રેણિ જે માંડવાની છે તે જો શકય હોય તો) ચાર વાર અચકવાયોદયે માડલી જાણવી. એટલે સંજવલન લોભની પ્રથમસ્થિતિ એક આવલિકા માત્ર થવાથી ગુણશ્રેણિથી એનું દલિક બહુ નિર્જરી જાય નહીં'. પ્રશ્ન- પ૦ શાતાવેદનીયનો ઉત્કૃષ્ટપ્રદેશસંકામક કોણ છે? ઉત્તર-૫૦ ૭મી નરકમાં ગુણિતકર્મા શ થઇ પંચેન્દ્રિય તિર્યંચમાં પ્રથમ સમયથી દીર્ઘકાળ સુધી શાતા બાંધી પછી અશાતા બંધની પ્રથમાવલિકાના ચરમ સમયે ઉત્કૃષ્ટપ્રદેશસક્રમ હોવો કહ્યો છે. આમાં ૪ વાર ઉપશમણિ માંડવાની વાત કેમ નથી હી તે સમજાતું નથી. જો ઉપશમશ્રેણિ માડે તો અશાતાનો ગુણાંકમાં થવાથી શાતા ઘણી પુષ્ટ થાય. પછી પડીને છેકે આવે ત્યારે અશાતા બંધની પ્રથમાવલિકાના ચરમસમયે ઉત્કૃષ્ટપ્રદેશસક્રમ મળી શકે. ઉપશમશ્રેણિથી શાતા વેદનીય પુષ્ટ થાય છે માટે તો શાતાની ઉલ્ટપ્રદેશસત્તા માટે સવાર ઉપશમ શ્રેણિ માંડવાનું કહ્યું છે અને શાતાના જઘન્યપ્રદેશસંક્રમ માટે ઉપશમણિનો નિષેધ કર્યો છે. એટલે તત્વ કેવલિગમ્યું. ઉચ્ચગોત્ર માટે ૪ વાર ઉપશમણિ માંડી પછી પડી મિથ્યાત્વે જવાનું કહ્યું. (કારણકે ૪ થા વગેરે ગુણઠાણે નીચનો બંધ ન હોવાથી ઉચ્ચનો સંક્રમ હોતો નથી.) પછી ક્ષપકશ્રેણિ માંડવા માટે પાછું ઉપર ચડવાનું હોય એ પૂર્વે ૧લે ગુણઠાણે જે રહેવું પડે છે એમાં અનેકવાર વારાફરતી ઉચ્ચનીચનો બંધ થયા કરે છે. એમાંથી, ઉપશમશ્રેણિથી પડતાં પડતાં ૪ થા ગુણઠાણા સુધી આવે ત્યાં સુધી તો માત્ર ઉચ્ચ બંધાતું હોવાથી અને નીચ એમાં સંકમતું હોવાથી ઉચ્ચ ગોત્ર પુષ્ટ જ થાય છે. ત્યારબાદ બીજે કે પહેલે ગુણઠાણે જે પ્રથમવાર નીચનો બંધ શરુ કરે એની
સંકમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org