________________
પ્રક્રિયા ચાલે છે એનો જ, પાંચ અપૂર્વમાંના એક સ્થિતિઘાતને પણ પ્રવર્તમાન માનવાનો હોવાથી સ્થિતિઘાત તરીકે ઉલ્લેખ થતો હોય. ( કારણ કે સ્થિતિખંડોનો નાશ તો થાય છે જ) અને અન્યપ્રકૃતિમાં પણ દલિક જતું હોવાથી એનો જ ઉવેલના તરીકે ઉલ્લેખ થતો હોય. વળી આ વાત સ્થિતિઘાત અને ઉદ્દેલના બન્નેની પ્રવૃત્તિ જણાવી હોય ત્યાં જ જાણવી. એ સિવાય તો આ બે સ્વતંત્ર જ છે, કારણકે ઉદ્દવેલના અમુક પ્રકૃતિઓમાં જ થાય છે જ્યારે સ્થિતિઘાત આયુષ્ય સિવાયની સર્વપ્રકૃતિઓમાં થાય છે.
સ્થિતિઘાત વખતે કોઇપણ પ્રદેશસંક્રમ ચાલુ હોય તો એ સંક્રમના કારણે ઉકેરાતા ખંડનું દલિક પરપ્રકૃતિમાં પણ જાય છે. પ્રદેશસંક્રમ ચાલુ ન હોય ત્યારે માત્ર સ્વસ્થાનમાં જ પડે છે. જેમકે અગ્યારમા વગેરે ગુણઠાણે ઉદ્દવેલના સંક્રમથી દલિક સ્વસ્થાન અને પરસ્થાન બન્નેમાં જાય છે. ચરમખંડ વખતે માત્ર સ્વસ્થાનમાં જાય છે. સ્થિતિઘાત અને ઉદ્દેલના સંક્રમનો આટલો તફાવત જાણવો.
પ્રશ્ન-૩ સમ્યક્ત્વમોહનીયમાં કેટલા પ્રકારના પ્રદેશસંક્રમો સંભવે છે ? ઉત્તર-૩ સમ્યક્ત્વમોહનીયમાં 3 પ્રકારના પ્રદેશસંક્રમો સંભવે છે. મિથ્યાત્વે ગયેલા સમ્યક્ત્વીને પ્રથમ અંતર્મુહૂર્તમાં યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. (તેથી જ સમ્યક્ત્વમોહનીયનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમથી હોવો કહ્યો છે.) ત્યારબાદ ઉદ્દવેલના સંક્રમ હોય છે. અને ઉદ્દેલનામા ચરમખંડના ચરમપ્રક્ષેપે સર્વસંક્રમ હોય છે. ઉદ્વેલનામાં ચરમખંડને ખાલી કરતી વખતે તો ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણઅસંખ્યગુણ દલિક મિથ્યાત્વમાં પડે છે એટલે એની ગુણસંક્રમ તરીકે વિવક્ષા કરવી હોય તો ગુણસંક્રમ પણ કહી શકાય.
પ્રશ્ન-૩૯ સમ્યક્ત્વથી મિથ્યાત્વે ગયેલા જીવને સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીયનો ઉદ્દેલનાસંક્રમ મિથ્યાત્વના પ્રથમસમયથી જ પ્રવસે છે કે અંતર્મુહૂર્ત બાદ ? જો અંતર્મુહૂર્ત બાદ પ્રવર્તતો હોય તો પહેલાં અંતર્મુહૂર્તમાં તે બેનો કો સંક્રમ પ્રવરે છે?
ઉત્તર-૩૯ જેમ અવિરતબનેલાને આહારક સપ્તકનો અંતર્મુહૂર્ત બાદ ઉદ્દલનાસંક્રમ પ્રવર્તે છેતેમ અહીં પણ અંતર્મુહુર્ત્ત બાદઉદ્દલનાસંક્રમ જાણવો. પ્રથમઅંતર્મુહૂર્તમાં તે બેનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે એવું કર્મપ્રકૃતિચૂર્ણિના ટીપ્પણમાં શ્રી મુનિચન્દ્રસૂરિમહારાજે પ્રશ્નોત્તર પૂર્વક સહેતુક કહ્યું છે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં
૯૩
Jain Education International
For Private & Personal Use Only
સંક્રમકરણ
www.jainelibrary.org