________________
૧૭૨
પરિશિષ્ટ : ૧
* ૧૦OO0ની અંદરનો જ રસ ઉદયમાં હોય તો, તેમજ ૧૦000ની ઉપરનો રસ ઘટીને ૧૦OOO ની અંદરનો થઈને જ ઉદયમાં આવતો હોય તો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ
કહેવાય છે. * ૧૦૦00ની ઉપરનો રસ તો ઉદયમાં નથી જ આવતો, પણ અંદરનો રસ પણ
પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોવાથી ઉદયમાં નથી આવતો તો જ્યાં સુધી પ્રતિપક્ષી પ્રકૃતિનો ઉદય હોય ત્યાં સુધી વિવક્ષિત પ્રકૃતિનો વ્યવહારથી) શુદ્ધ ક્ષયોપશમ હોય છે. આ વખતે વિવક્ષિત પ્રકૃતિનો સર્વઘાતી કે દેશઘાતી રસ ઉદિત પ્રતિપક્ષી પ્રકૃતિના દેશઘાતીરસરૂપે સ્ટિબુકસંક્રમથી સંક્રમીને ઉદયમાં આવે છે અને વિવક્ષિત પ્રકૃતિનો પ્રદેશોદય હોય છે, વિવક્ષિત પ્રકૃતિનો પાછો જ્યારે ઉપરોક્ત પ્રમાણે ૧ થી ૧૦૦૦૦ સુધીનો જ રસ ઉદયમાં ચાલુ થઈ જાય તો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ જાણવો, અને એ વખતે પ્રતિપક્ષી પ્રકૃતિનો વિપાકોદય બંધ પડ્યો હોવાથી એનો
વ્યવહારથી શુદ્ધ ક્ષયોપશમ જાણવો. * જે પ્રકૃતિઓનો માત્ર ૧ થી ૧૦૦૦૦ સુધીનો જ રસ ઉદયમાં આવે એવું ક્યારેય
બનતું જ નથી. કારણ કે એવી સત્તા નથી, જો વિપાકોદય હોય તો ૧૦૦૦૦ની ઉપરનો જ હોય, આવી પ્રવૃતિઓને સર્વઘાતી કહેવાય છે. તેમ છતાં વિશુદ્ધિ વિશેષના કારણે એવું જો બને કે પરસ્પર પરાવર્તમાન બધી જ પ્રકૃતિઓનો ૧૦૦૦૧ થી ૧ લાખમાંનો એકેય રસ વિપાકોદયવાળો ન હોય, બધું જ દલિક
પ્રદેશોદયવાળું જ હોય તો શુદ્ધયોપશમ કહેવાય છે. * અવસ્થાવિશેષમાં જો એનો પ્રદેશોદય પણ ન હોય તો ઉપશમ કહેવાય છે. * જો એની સત્તા પણ રહી ન હોય તો ક્ષાયિકભાવ કહેવાય છે. * ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમમાં દેશઘાતી (૧ થી ૧૦૦૦૦ પાવરવાળા) રસનો ઉદય હોય છે એ જોયું. ઉદય પામનાર આ દેશઘાતીરસ પણ લાયોપશમની સંપૂર્ણ અવસ્થા દરમ્યાન એક સરખો જ રહે છે, એવું નથી, કિન્તુ જીવના શુભ-અશુભ ભાવો વગેરેને અનુસરીને એમાં વધઘટ થયા કરે છે. અને એને અનુસરીને લાયોપથમિકભાવમાં તરતમતા આવે છે. ધારો કે વિવક્ષિત કાળે ૧૦૦૦ પાવરનો રસોદય છે. પછી જો જીવના પરિણામ વધુ વિશુદ્ધ થાય તો રસોદયની માત્રામાં ઘટાડો થાય છે... થયેલ વિશુદ્ધિને અનુસાર ૯૯૯-૯૯૮ વગેરે પાવરનો રસોદય રહે છે. જેમ વિશુદ્ધિ વધુને વધુ વધે છે તેમ આ પાવરમાં વધુને વધુ ઘટાડો થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org