________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૭૩
રસોદયની અધિકને અધિક મંદતા થતી જાય છે. જેના પ્રભાવે ક્ષયોપશમ વધુને વધુ વિશદ થતો જાય છે. જો વિશુદ્ધિ ખૂબ જ વધી જાય તો ક્ષાયોપથમિકભાવ સાયિકભાવમાં પરિણમે છે. એમ, જો જીવના પરિણામ અશુદ્ધ થાય છે તો રસોદયની માત્રામાં વધારો થાય છે... થયેલ અશુદ્ધિને અનુસરીને ૧૦૦૧, ૧૦૦૨.... વગેરે પાવરનો રસોદય થાય છે. જેમ અશુદ્ધિ વધુને વધુ વધતી જાય છે તેમ આ પાવરમાં વધુને વધુ વધારો થવાથી રસોદયની અધિકને અધિક તીવ્રતા થતી જાય છે જેના પ્રભાવે ક્ષયોપશમ મલિન થતો જાય છે. આ અશુદ્ધિ વધતાં વધતાં જો એટલી વધી જાય કે જેથી રસોદયની માત્રા વધીને દેશઘાતીમાંથી સર્વઘાતી થઈ જાય તો (૧OOOO થી અધિક થઈ જાય તો) ક્ષાયોપથમિકભાવ નાશ પામી જઈને ઔદયિક ભાવ થઈ જાય છે.
જ્યાં સુધી અશુદ્ધિ એટલી બધી વધતી નથી અને રસોદય ૧૦૮૦૦ની અંદર જ રહે છે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવ જળવાઈ રહે છે. આ ક્ષયોપશમકાળે ઉદય પ્રાપ્ત તે તે નિષેકમાં પણ ૧૦OO૦થી અધિકરસ વિદ્યમાન તો હોય છે જ, પણ પોતાની વિશુદ્ધિના બળે એ અધિક રસને, તે તે સમયે ઉત્કૃષ્ટથી જેટલો રસ (૧૦૦૦ વગેરે પાવરવાળો) ઉદયમાં હોય ત્યાં સુધી ઘટાડી નાંખી એ મંદરસ તરીકે જ ભોગવે છે. આ રસની મંદતા કરવી એ એક પ્રકારનો ક્ષય છે. તે તે સમયે ઉદયપ્રાપ્ત ૧૦૦૦ વગેરે રસથી અધિકરસવાળાં જે દલિકો ઉદયાવલિકા બહાર રહ્યા હોય છે અને ઉદીરણાથી ઉદયસમયમાં આવી જોગવાઈ જવાના હોય છે તેને પણ ૧000 કે એથી મંદ-રસવાળા કરીને ભોગવે છે. આ જે રસની મંદતા થઈ એ બીજા પ્રકારનો ક્ષય છે. આ બીજા પ્રકારના ક્ષયદ્વારા ઉદયાવલિકાની બહાર રહેલા અધિક રસવાળા (૧૦૦૦ની ઉપરના રસવાળા) સર્વદલિકોનો રસ કાંઈ ઘટી જતો નથી. મોટાભાગના દલિકોનો અધિક રસ તો અકબંધ જ હોય છે. એ પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવી ગુણનાશ ન કરી નાંખે એટલા માટે એના ઉદીરણા ઉદયને અટકાવવાનો હોય છે. આ અટકાયત એ વિપાકોપશમ છે. આમ ઉદયપ્રાપ્ત ૧000 રસથી અધિક રસવાળા ઉદયાવલિકા બહાર રહેલા દલિકોને સ્વસ્વરૂપે = અધિક રસવાળારૂપે ઉદયમાં ન આવવા દેવા એ વિપાકોપશમ છે. ઉદયપ્રાપ્ત પ્રકૃતિની પ્રતિપક્ષીપ્રકૃતિનો ૧૦૦૦ સુધીનો પંદરસ પણ ઉદયમાં ન આવતાં માત્ર પ્રદેશોદયથી જ જે ભોગવટો થાય છે એ ત્રીજા પ્રકારનો ક્ષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org