________________
अनादिनिधनजीवपुद्गलादेरस्मद्गोचरत्वाभावः
१२१
किं न निराकृतम् ? एतस्य द्रव्यत्वस्योल्लेखलेशोऽपि किमर्थं न कृतः ? इति विचार्यमाण एतस्यानादिनिधनस्य द्रव्यस्यास्मदीयज्ञानविषयत्वाभावोऽस्मदीयव्यवहारविषयत्वाभावश्चैव कारणतया ज्ञायते ।
किञ्च पिण्डादिकाः कपालपर्यन्ता विविधाः सर्वा अवस्थाः, तास्वनुस्यूतं मृद्द्रव्यं चास्मद्ज्ञानविषयो भवति । परन्तु पुद्गलद्रव्यस्य त्रिकालभाविनीः सर्वा अवस्था न कदाचिदपि छद्मस्थानां ज्ञानस्य विषयो भवितुमर्हन्ति । ततश्च तास्वनुस्यूतं द्रव्यमपि पुद्गलद्रव्यतया कथं निश्चीयेत?
इत्थञ्चानादिनिधनं पुद्गलादिद्रव्यमस्माकमसंवेद्यमिति स्थितम् । अत एव च मृदादि मनुष्यादि वाऽऽदिष्टद्रव्यमेवास्माकं व्यवहारे समवतरतीति च स्थितम् । तच्चोत्पद्यत एव, उत्पादानन्तरमेव च स्वीयासु विविधास्ववस्थासु ध्रौव्यमनुभवति । यद्बोत्पाद-व्यययोर्निर्णयः क्षणमात्रेण भवितुमर्हति ध्रौव्यस्य तु चिरेणेति । यद्वा भयवं किं तत्तं ? इति प्रश्ने भगवतोत्पादादिक्रमेणैवोत्तरं दत्तमिति । एतां वस्तुस्थितिमाश्रित्य सूत्रकारैः 'उत्पाद-व्ययध्रौव्ययुक्तं सत्' इत्येवं उत्पादपदस्य पूर्वनिपातवत्सूत्रं सूत्रितमिति सम्भाव्यते । ततश्चास्मिन् सूत्रे क्रममनुसृत्योत्पादपदस्य पूर्वनिपातेऽपि द्रव्य-गुण- पर्यायेषु द्रव्यस्यैव प्राधान्यमिति स्थितम् ।
આ (પુદ્ગલ-જીવદ્રવ્યરૂપ) અનાદિનિધન દ્રવ્ય આપણા જ્ઞાનનો જે વિષય બનતા નથી અને આપણા વ્યવહા૨નો જે વિષય બનતા નથી એ જ કારણ તરીકે જણાય છે.
વળી પિંડથી લઈને કપાલ સુધીની બધી વિવિધ અવસ્થાઓ અને એમાં સંકળાયેલું માટી દ્રવ્ય... આ બન્ને આપણા જ્ઞાનનો વિષય બને છે. પરંતુ પુદ્ગલદ્રવ્યની ત્રણે કાળમાં સંભવિત બધી અવસ્થાઓ ક્યારેય પણ છદ્મસ્થના જ્ઞાનનો વિષય બની શકતી નથી. એટલે પછી એ બધામાં સંકળાયેલ દ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપે શી રીતે નિશ્ચિત થાય ?
આમ, અનાદિનિધન પુદ્ગલાદિદ્રવ્ય આપણી સંવેદનાનો વિષય નથી એ વાત નિશ્ચિત થઈ. એટલે જ આપણા વ્યવહારમાં માટી વગેરે કે મનુષ્ય વગેરે આદિષ્ટ દ્રવ્ય જ આવે છે એ પણ નિશ્ચિત થયું. અને એ તો ઉત્પન્ન થાય જ છે. ઉત્પન્ન થયા પછી જ પોતાની વિવિધ અવસ્થાઓમાં ધ્રુવતાને અનુભવે છે. અથવા, ઉત્પાદ-વ્યયનો નિર્ણય ક્ષણમાત્રમાં થઈ શકે છે, ધ્રૌવ્યનો તો ચિરકાળે. અથવા, મયવં િતત્ત ? એવા પ્રશ્નનો ભગવાને ઉત્પાદ વગેરે ક્રમે જ જવાબ આપ્યો છે. આવી બધી જે વાસ્તવિકતા છે એને નજરમાં રાખીને સૂત્રકારે ‘ઉત્પાત-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' એમ ઉત્પાવ પદના પૂર્વનિપાતવાળું સૂત્ર રચ્યું હોય એવું લાગે છે. એટલે આ સૂત્રમાં ક્રમને અનુસરીને ઉત્પાદપદનો પૂર્વનિપાત હોવા છતાં, દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તો દ્રવ્ય જ પ્રધાન છે એ નિશ્ચિત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org