________________
३७५
तोऽपि षण्मासाभ्यधिकतप इति क्षीयमाणसामर्थ्यात् । यद्येवं तर्हि निरन्तरं पाण्मासिकं तपो विधाय, तत्परिपूर्णकरणाशक्तौ एकद्व्यादिदिनोनं तदेव कृत्वा, यावच्चतुर्थमपि विधाय सर्वत्र पारणकदिने आचाम्लेन पारयित्वाऽऽचाम्लतपसो हि शुष्कप्रायौदनाधुष्णोदकाभ्यामुत्कृष्टस्यागमेऽभिधानाद्विपुलनिर्जरासद्भावात् । इत्थमप्यशक्तो प्रतिदिनमाचाम्लमेव करोतु किं लेपकृत्तक्रादिद्रव्यग्रहणेन? उच्यते । कः किमित्याह । करोत्वित्थं यदि साधोस्तस्मिन्नेव दिने, भविष्यति वा द्वितीयादिदिने प्रत्युपेक्षणादिसंयमयोगहानिर्न भवति । किन्तु सम्प्रति सेवार्त्तसंहननित्वान्न शक्नोत्येवं तपः कर्तुमिति। ननु किमुच्यते न शक्नोत्येवं कर्तुं ? किमाचाम्लमपि दुष्करं ? तथाह्यधोऽवनिस्थमहाराष्ट्रादिदेशजाः कोशलदेशजाश्च साम्प्रतमपि सेवार्त्तसंहनिनो मनुजा गृहस्था अप्रत्याख्यानिनः सदैव काजिकौदनाभ्यवहारादाचाम्लतपःकारिणस्तिष्ठन्ति । ततश्च यदि तथाभवमेवंविधाहारेणापि निराकुलाः प्राणा(न) અશક્તપણું આવે. જેનાથી વૈયાવચ્ચ-સંયમપાલન વગેરેનો અભાવ થઈ જાય, વળી આ પણ વાત છે કે આ તીર્થમાં = છેલ્લા મહાવીરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટથી પણ ૬માસી તપથી વધારે તપ છે નહિ કારણ કે અવસર્પિણીકાળના લીધે શારીરિકસામર્થ્ય ક્ષીણ થતું આવે છે.
પ્રતિપ્રશ્ન :- જો એમ હોય તો નિરન્તર શર્માસી તપ કરીને, અથવા પાસી તપના સામર્થ્ય અભાવે એક-બે દિવસ ન્યૂન પસી તપ કરીને, અથવા છેલ્લે ચોથ-ભક્ત કરીને પણ પારણાના દિવસે આયંબિલ કરવું. તે આયંબિલ પણ આગમમાં કહેવાયેલ શુષ્કપ્રાયઃ ભક્તાદિ અને ગરમ પાણી દ્વારા ઉત્કૃષ્ટ કરવા. કારણ કે એમાં વિપુલનિર્જરા થાય છે. જો આવું કરવા પણ સામર્થ્ય ન હોય તો છેવટે રોજ આયંબિલ જ કરવા. પરન્તુ લેપકૃત તક વગેરે દ્રવ્યો શું કામ લેવા ?
સમાધાન :- કોણ આની ના પાડે છે ? ભલે કરો. જો સાધુનાં એજ દિવસે અથવા ભવિષ્યના બીજા-ત્રીજા વગેરે દિવસોમાં પડિલેહણ વગેરે સંયમયોગની હાનિ ન થતી હોય તો. પરન્તુ હાલમાં સેવા સંહનન હોવાથી એ પ્રમાણે કરવાની શક્તિ હોતી નથી.
પ્રતિપ્રશ્ન :- શું કહો છો ? આટલું પણ ન કરી શકે ? શું આયંબિલનો તપ પણ દુષ્કર છે? અરે, નીચાણવાળી પૃથ્વીમાં આવેલ મહારાષ્ટ્ર વગેરે દેશોના અને કોશલદેશના અવિરતિધર સેવા સંહનનવાળા ગૃહસ્થ પણ હમેશા કાંજી અને ભાત ખાઈને આયંબિલતપ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જન્મધારી મનુષ્યો આવા પ્રકારના આહારથી પણ નિરાકુલપણે પ્રાણોનું રક્ષણ કરે છે. તો પછી, મોક્ષ મેળવવા માટે બહુકષ્ટને સહનારા સાધુઓ મહારાષ્ટ્રવાસીના આહારને તુલ્ય આયંબિલતપ દ્વારા શું સદેવ પ્રાણોને ધારી ન શકે ? માટેજ, પશ્ચાત્કર્માદિ દોષકારી એવા લેપને કરનારા તક્ર વગેરેનું ગ્રહણ અયોગ્ય છે.
સમાધાન :- એમ નથી, એનું કારણ આ છે કે શીતકાળે પણ ગૃહસ્થોના આહાર-ઉપાધિ અને શઠા ગરમ હોય છે. તે આ રીતે કે આહાર રાંધ્યા પછી તરત જ ગરમાગરમ વાપરવાનું હોવાથી એમના આહાર ઉષ્ણ હોય છે. દર આઠમા દિવસે કપડા ધોવાતા હોવાથી ઉપધિ પણ ઉષ્ણ હોય છે. અને શય્યા પણ ચૂલામાં રહેલ દેવતાયુક્ત હોવાથી ઉષ્ણ હોય છે. તેથી આ આહારઆદિ ત્રણેય દ્વારા તેઓના શરીરની અંદર અને બહાર તાપ હોવાથી તક્રાદિના અભાવે પણ આહારનું પાચન થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org