SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ रक्षयन्ति, तर्हि मोक्षार्थित्वेन बहुकष्टसहा यतयस्तुल्याहारि ( रे ) णाऽऽचाम्लतपसा सदैव किं न धारयन्ति ? तस्माल्लेपकृत्तक्रादेः पश्चात्कर्मादिदोषकारिणो ग्रहणमयुक्तं, नैवं, यतो गृहिणां शीतकालेऽप्याहारोपधिशय्याः, आहारस्य रन्धनानन्तरमेव भोजनकरणादुपधेस्त्वष्टमाष्टमाहप्रक्षालनात् शय्यायास्तु चुल्लीस्थितज्वलनयुक्तत्वाच्च, उष्णाः स्युस्तेनैताभिः शरीरस्यान्तर्बहिश्च तापभावात्तेषां तक्राद्यभावेऽप्याहारपाकभावादजीर्णादिदोषा न स्युर्यतीनां चाहारोपधिशय्याः, उष्णकालेऽप्याहारस्य भिक्षाचर्यायां बहुगृहेषु स्तोकस्तोकलाभेन बृहद्वेलालगनादुपधेस्तु वर्षान्ते एकामेव वेलां प्रक्षालनेन मलिनत्वाच्छय्यायास्त्वग्निरहितत्वेन, शीतलाः स्युस्तेनैतेषां प्रतिदिनमाचाम्लकरणेन तक्राद्यभावाज्जठराग्निनाहारपाकाभावादजीर्णादिदोषाः स्युस्ततश्च न केवलं जठराग्निनाऽऽहारः पच्यते किन्तु लेपकृता तक्रादिनाऽपीत्याहारापरिणत्यबुभुक्षापनोदार्थं यतीनां तीर्थकरादिभिस्तद्ग्रहणमनुज्ञातं । तच्च निरन्तराचाम्लतपःपरिहारेणैव स्यात्तदत्र क्वापि दिने आचाम्लं क्वापि निर्विकृतिकं कार्यमित्यायातमत्रापि स्निग्धसरसशालनकानां भोज्यं ग्लानाद्यर्थं गृह्यतेऽन्यथा नेति, प्रायो बहुलेपवत्त्वाद् गृद्ध्यादिजनकत्वाच्चेति स्थितं । * बहुलेपाऽल्पाऽलेपस्वरूपं तत्राऽलेपादिद्रव्यग्रहणविधिगतं भङ्गाष्टकं प्रस्तावाद्बहुलेपादिस्वरूपं किञ्चिदुच्यते । इह बहुलेपाल्पलेपालेपभेदात्त्रिधा द्रव्याणि स्युरतस्तत्र જતાં તેઓને વિશે અજીર્ણાદિ દોષો હોતા નથી. જ્યારે સાધુઓના આહાર-ઉપધિ-શય્યા-આ ત્રણેય ઉષ્ણકાળે પણ શીત હોય છે. તે આ રીતે કે, ભિક્ષાચર્યામાં ઘણાં ઘરોમાં થોડું થોડું લેવામાં ઘણીવાર લાગી જવાથી, ઉપાશ્રયે પહોંચતા સુધીમાં ઠંડુ થઈ જાય એટલે આહાર શીત હોય છે. એકવર્ષમાં એકજ વાર ઉપધિનું પ્રક્ષાલન કરવાનું હોવાથી કપડાની મલિનતાને લીધે ઉપધિ શીત હોય છે. અને અગ્નિનો વિરહ હોવાથી શય્યા પણ શીત હોય છે. [સાધુની શય્યા ઠંડી હોય એ વાત માત્ર ઠંડુ વાતાવરણ હોય ત્યારે સમજવી. કૃતિ પૂન્ય નવઘોષસૂરયઃ ] તેથી, યતીઓને નિત્ય આયંબિલ કરવામાં તક્રાદિના અભાવમાં જઠરાગ્નિ દ્વારા આહારપાકનો અભાવ હોવાથી અજીર્ણાદિ દોષો ઉદ્ભવે છે. કારણ કે માત્ર જઠરાગ્નિથી આહાર પચે છે એવું નથી. પરન્તુ લેપકૃત એવા તક્રાદિ દ્વારા પણ આહારનું પાચન થતું હોય છે. એટલે આહારની અપરિણિત - અબુભુક્ષા ભૂખ ન લાગવી તે દૂર કરવા માટે તીર્થંકરોએ યતીઓને તેના ગ્રહણની અનુજ્ઞા આપેલી છે. તે લેપટ્ટનું ગ્રહણ કરવાનું તો નિરન્તર આયંબિલતપના પરિહાર દ્વારા જ બની શકે છે. માટે કોક દિવસે આયંબિલ અને કોક દિવસે નિર્વિકૃતિ નીવિ કરવી. અહીં પણ આ વાત તો આવીજ ગઈ કે સ્નિગ્ધ અને સરસ એવા શાલનક = અનુપાન વગેરે ગ્લાનાદિ માટે ગ્રહણ કરી શકાય છે. તે સિવાય નહિ. કારણ કે એ શાલનક બહુલેપવાળા અને વૃદ્ધિવગેરે કરાવનાર હોય છે. = = બહુલેપ, અલ્પલેપ અને અલેપનું સ્વરૂપ, તેમાં અલેપ વગેરે દ્રવ્યગ્રહણવિધિ અન્તર્ગત આઠ ભાંગા હવે ચાલુ વાતને અનુસરીને બહુલેપ વગેરેનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy