SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ च योगः, अनेकदोषभावात्, तथाहि स्थविरो मुखनिर्यनिष्ठीवनलालः कम्पमानहस्तश्च स्यात्ततोऽसौ ददत् स्वयं पतेत् देयं मात्रं वा भूमौ पातयेत्, तत्र च कीटिकावधादयो दोषा ज्ञेयाः। तथाऽयमनादेयवाक्यत्वात, देयस्यास्वामीति विचिन्त्य तस्मिन् ददति तत्पुत्रादयः साधौ वृद्धे वा उभयस्मिन् वाऽप्रीत्यादि कुर्यु। तथेह चतुर्थगाथान्तपादे ओघेन वक्ष्यति। ओघश्चोत्सर्ग उच्यते । तत उत्सर्गेण स्थविरादिदायकेष्वयं दर्श्यमाननिषेधो ज्ञेयोऽपवादेन तु यतनया केषुचिद् ग्रहणमप्यनुज्ञातमतो निषेधानन्तरं स्वे स्वे स्थानेऽपवादोऽपि दर्शयिष्यते । तत्र स्थविरमाश्रित्यायं ग्रहणविधिर्यथा स्थविरोऽपि થયો છે. એટલે કે “થેરેમપન્ન-વિરે” એમ સમીવિભક્તિ લગાડીને અર્થ કરવો. અર્થાત બધે સતિ સપ્તમીનો પ્રયોગ જાણવો. એટલે કે “તમનું વતિ આ પ્રમાણે અધ્યાહારથી બધે જાણી લેવું. આ ગાથાથી માંડીને આગળની ચોથીગાથા = ક્રમશઃ ૮૫ થી આગળની ૪ થી ગાથા = ૮૮ ના છેલ્લા પાદમાં “નિ = શિલ્દતિ’ એમ જે લખેલું છે. તેનો અન્વય આ ગાળામાં અને આગળની ત્રણેય ગાથામાં = ગાથા ૮૬-૮૭-૮૮ માં કરવો. સ્થવિર વગેરેના હાથે મુનિ ભિક્ષા કેમ ગ્રહણ ન કરે ? તે કહે છે, એમાં અનેકદોષો સંભવે છે. તે આ રીતે કે સ્થવિરના મોઢામાંથી થુંક અને લાળ નીકળતી હોય છે, હાથ ધ્રુજતો હોય છે. દાન આપતા એ પોતે પડે કાંતો દેય = આપવાની વસ્તુ કે માત્રક-ભાજનને ભૂમિ પર પાડે. તેમાં કટિકાનો વધ વગેરે દોષો જાણવા. આ સંયમ વિરાધનાનો સંભવ થયો. “આ ઘરડા તો અનાદેયવાક્યવાળા = જેનું કીધેલું કોઈ માને નહિ એવા છે તેથી દેયવસ્તુના સ્વામી નથી” એમ વિચારીને તે સ્થવિર દાન આપે તો તેના પુત્રો વગેરે સાધુ ઉપર કે વૃદ્ધ ઉપર અથવા બન્ને ઉપર અપ્રીતિ વગેરે કરે. આ આત્મ-વિરાધનાનો સંભવ થયો. (અહીં પ્રવચનવિરાધનાની વાત કરી નથી. પણ તેને અધ્યાહારથી જાણી લેવી. આ અને આગળની ત્રણેય ગાથામાં જ્યાં ક્યાંક કોક એક કે બે વિરાધના અથવા ત્રણે વિરાધનાની વાત ન કરી હોય, ત્યાં અધ્યાહારથી યથાયોગ્ય ત્રણે વિરાધનાનો સંભવ જાણવો. તથા, જ્યાં ક્યાંક “કીટિકાનો વધ કરે' વગેરે માત્ર લખ્યું હોય પણ સ્પષ્ટપણે સંયમવિરાધના વગેરેનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં સંયમ વિરાધના વગેરે યથાયોગ્ય સમજી લેવું.) આગળની ચોથીગાથાના છેલ્લા પાદમાં “સોળ' એમ કહેવાશે.. “કોપ' નો અર્થ “ડ થાય છે. ‘ઉત્ન = “પ્રધાનપ્રવૃત્તિઃ' = “પ્રધાનવિધિઃ” = “પ્રધાનશ્રર્તવ્ય સ્થવિરાદિદાયકના હાથે ભિક્ષા ન લેવાનો દર્શાવેલો નિષેધ એ ઉત્સર્ગથી જાણવો. અપવાદથી તો કેટલાક સ્થવિરાદિના હાથે યતનાથી ભિક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા અપાયેલી છે. માટે નિષેધની વાત કર્યા પછી પોત-પોતાના સ્થાને અપવાદ પણ બતાવાશે. સ્થવિરવિષયક અપવાદ :- સ્થવિરના હાથે ગ્રહણવિધિ આ પ્રમાણે છે. સ્થવિર પણ પુત્રાદિમાં જો આદેયવાક્યવાળા હોય. તેમાં પણ જો એમના હાથ ધ્રુજતા હોય ત્યારે પુત્ર વગેરે બીજા વ્યક્તિના હાથથી પકડાયા હોય તો એમના હાથે ભિક્ષા ગ્રહણકરાય છે. દોષો :- જો હાથ પુત્રોથી ધરાયેલા ન હોય અને કમ્પમાન હોય તો દેય વગેરે ભોંય પર પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy