SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ जहा तुम्ह गुरूणं एयारिसी सत्ती नत्थि । सावएहिं वइरसामिणो माउलगाणं अज्जसमियायरियाणं अक्खियं, तेहिं भणियं य, थेवमेयं जं माइट्ठाणेण पायलेवं किच्चा सो नई उत्तरइ । तर सावए हिं तस्स माइट्ठाणपयडणत्थं सपरिवारस्स भोयणेण निमन्तणं कयं । गिहे उववेसिय पायधोयणं ढोइयं । तेन (ण) भणियं न धोवावेमि सावएहिं अधोविएहिं पाएहिं भुंजावन्ताण लोए अविणओ होइ त्ति भतेहिं बलावि धोइया पाया । भुजांविओ य णियट्ठाण गमणाय चलिओ सावया य सरिसा चलिया। जाव कण्हं उत्तरह ता सपरिवारो बुडिउं लग्गो । एत्थंतरे बहुलोयसहियस्स पडिबोहणत्थं तत्थेवागया समियायरिया । चप्पुडियं दाउं भणियं कण्हे ! परं पारं गन्तुमिच्छामि । झडत्ति मिलियाइ दोवि कुलाइ । विम्हिओ सपरिवारो कुलवई, तउ नयरजणसहिया तावसासमे गया, सूरिणा पारा तत्थ धम्मकहा, लोगो पडिबोहिओ पंचसयसहिओ कुलवई वि पव्वज्जं गहिओ । सूरी गओ नयरं ति । जाया य बंभदिवगसाह त्ति । यद्यपीदं लौकिकयोगपिण्डे उदाहरणं, तथापीत्थं कृते यो लोकोत्तरेऽपि लभ्यते स योगपिण्ड इति विवक्षायां दर्शितम्। अथैते विद्या વાત કરી. સૂરિજીએ જણાવ્યું કે ‘આમાં કાંઈ વિશેષ છે નહિ સાવ સહેલી વાત છે, કારણકે માયાથી પગે લેપ કરીને તેઓ નદી ઉતરે છે.’ સૂરિજીએ તેઓની માયા ઉઘાડી પાડવાની યુક્તિ બતાવી. તેઓની માયા પ્રગટ કરવા માટે શ્રાવકોએ તેઓને સપરિવાર ભોજનમાટે આમંત્રણ આપ્યું. તેઓને ઘરમાં બેસાડી પગ ધોવાનું પાત્ર વિશેષ આગળ ધર્યું. તેઓએ કહ્યું ‘અમો ધોવરાવતા નથી.’ પરન્તુ શ્રાવકોએ ‘પગ ધોયા વિના ભોજન કરાવે તો લોકમાં અવિનય થાય' એમ કહી બળજબરીથી તેઓના પગ ધોયા. બાદ બધાને જમાડ્યા. તે પછી તેઓ પોતાના સ્થાને જવા ચાલ્યા. શ્રાવકો પણ સાથે ચાલ્યા. જ્યાં કૃષ્ણા નદી ઉતરવા લાગ્યા કે આખો પરિવાર ડૂબવા લાગ્યો. તે જ વખતે ઘણાં લોકો સહિત એવા તાપસોને પ્રતિબોધ આપવા શ્રી સમિતસૂરિજી ત્યાં પધાર્યા. સૂરિજીએ માત્ર ચપટી વગાડી કૃષ્ણાનદીને ઉદ્દેશી કહ્યું ‘હે કૃષ્ણે ! હું પેલી પાર જવા ઈચ્છું છું.' તરત જ નદીના બન્ને કાંઠા મળી ગયા સૂરિજી જ્યાં ઉભા હતા તેની સન્મુખ નદીના એટલા ભાગની જમીન ઊંચે આવી ગઈ. એટલે નદીનો પ્રવાહ એ ઉંચે આવેલ જમીનથી અટકી ગયો એટલે સામે જવાનો સીધો રસ્તોજ થઈ ગયો. આ રીતે બે કિનારા ભેગા થઈ ગયા. સપરિવાર કુલપતિ વિસ્મય પામ્યા, શ્રાવકો પણ આનંદિત થયા. નગરલોકોની સાથે સૂરિજી તાપસઆશ્રમમાં ગયા. ત્યાંસૂરિજી દ્વારા ધર્મદેશના આરંભાઈ. લોકો પ્રતિબોધ પામ્યા અને પાંચસોની સાથે કુલપતિએ દીક્ષા લીધી. સૂરિજી પોતાના નગરમાં ગયા. ત્યારથી બ્રહ્મદીપિકા નામની શાખા નીકળી. આ ઉદાહરણ આમ તો લૌકિક યોગપિવિષયક છે. છતાંય આ રીતે જે લોકોત્તર જિનશાસનમાં પણ પિણ્ડને મેળવે તે યોગપિણ્ડ છે એવી વિવક્ષાથી આ દષ્ટાંત બતાવ્યું છે. પ્રશ્ન :- અનન્તરોક્ત આ વિદ્યા-મન્ત્ર વગેરે સર્વદા ઉપયોગમાં ન લેવા કે પછી ક્યારેક જ ઉપયોગમાં ન લેવા ? જવાબ :- ‘પિંડદ્રુમિને જુઠ્ઠા’ આહારનિમિત્તે એમનો ઉપયોગ એ દુષ્ટ Jain Education International ३०५ ‘પિડાથમેતે પુષ્ટાઃ' = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy